Translate

21 April 2020

ઊંઘતા ઊંઘતા ઘણી વાર લાગે છે, આપણે પડવા ના છીએ એવો ડર લાગે છે

અજબ ગજબ                       


ઊંઘતા ઊંઘતા ઘણી વાર લાગે છે આપણે પડવા ના છીએ? એનું કારણ જાણી લો, આખા દિવસની ભાગદોડ પછી, તમે જ્યારે રાત્રે પથારી પર ઊંઘો છો. તમને ઊંઘ આવવાની શરૂ થાય છે કે તમને અચાનક એવું થાય છે તમે ક્યાંક પડી ગયા અને એક ઝટકામાં તમારી ઊંઘ ખુલી જાય છે. કેમ? તમે પણ આવો અનુભવ કર્યો હશે ને? ઊંઘ ખૂલ્યા પછી Emotions નું એક પૂર આવે છે, જેને શબ્દોમાં લખવું ઘણું મુશ્કેલ છે. તમને ખુશી થાય છે કે તમે પડ્યા નહીં, તમારા મગજમાં સવાલ આવે છે ‘આખરે શું થયું હતું?’ હવે પછી ઊંઘ કઈ રીતે આવશે...વગેરે. ઊંઘમાં ઝટકાથી ઊઠવાને Hypnic Jerk કહેવામાં આવે છે. એને Hypnagogic Jerk  પણ કહે છે, જોકે Hypnagogic Jerk માં લોકોની ઊંઘ નથી ખુલતી.


કેમ અનુભવ થાય છે Hypnic Jerk?
Hypnic Jerk અનુભવ કરવાની પાછળ ઘણા કારણ છે. કેફીનનું વધારે પડતું સેવન કરવાવાળા, વધારે પડતા ઇમોશનલ સ્ટ્રેસથી પસાર થઈ રહેલા, અનિદ્રાનો શિકાર અને વધારે ફિઝિકલ એક્ટિવિટી કરવાવાળા લોકોને Hypnic Jerk નો અનુભવ થવાની વધારે સંભાવના હોય છે.

ચિંતાનું કોઈ કારણ નથી
Hypnic Jerk ના કારણે અત્યાર સુધી ચિંતાનું કોઈ કારણ નથી, જ્યાં સુધી એ તમારી સ્લીપ સાઇકલને પ્રભાવિત ન કરે. જો તમે એનો વધારે અનુભવ કરો છો તો ડોક્ટરની પાસે જવામાં સમજદારી છે.