Translate

22 April 2020

કબજિયાત

સ્વ.સુરેશચંદ્ર ભગવાનજી જોશીના આરોગ્ય સંગ્રહમાંથી 

શરીરના બધા રોગનું મૂળ છે કબજીયાત, એ તો આપણે સહુ જાણીએ જ છીએ, કબજીયાત થાય કેમ એ પણ આપણે જાણીએ જ છીએ, પણ શરીરમાં કબજીયાતની પ્રક્રીયા થઇ રહી છે કે થાય છે એને આપણે એ થઇ ગયા બાદ જ જાણી શકીએ છીએ. જો કે આવું નથી આરોગ્ય સંહિતા, ધનવંત્રી અને કેટલાક ખ્યાતનામ વૈધ કે ડોકટરો એવા છે જેમણે શરીરમાં કબજીયાત પગપેસારો કરતું હોય ત્યારે જ એને જાણી લેવાના લક્ષણો લોકોને જણાવ્યા છે, માણસની વધતી જતી વ્યવસ્થામાં માણસ એલોપેથી દવાને એ રીતે લઈને જીવન જીવી રહ્યો છે માનો કે એના મનને એમ છે કે બધા ઉપચાર માત્ર એક દસ રૂપીયાની નોટમાં સમાયેલા છે.

     કબજીયાત એટલે શરીરને જે આહાર આપણે આપ્યો હોય તેમાંથી શરીરને નકામો જે પદાર્થ લાગે તેને મળ અને મૂત્રથી તે બહાર કરી દે છે અને આ પ્રક્રીયા જયારે ખોરંભાય ત્યારે તેને કબજીયાત કહેવામાં આવે છે. આ અંગે લોકોમાં અને માન્યતાઓ વ્યાપક છે જેમ કે ઘણા લોકો એવું માને છે કે જેટલું ખાઈએ તેટલું બહાર નીકળી જવું જોઈએ, ઘણાં એમ માને છે કે જેટલું ખાઈએ તેનું અડધું બહાર નીકળી જવું જોઈએ, જયારે કબજીયાતને જાણનારા વૈધ, હકીમ કે ડોકટરો એવું કહે છે કે શરીરને જે ખોરાક અથવા આહાર માણસ આપે તેમાંથી શરીરે એક પ્રક્રીયા દ્વારા કેટલોક પદાર્થ નકારી કાઢ્યો હોય છે અને એ નકારી કાઢેલો પદાર્થ સમયસર શરીરની બહાર ન નીકળે ત્યારે એ અંદરમાં સડે છે અને આવો સડેલો પદાર્થ કબજીયાતને નોતરે છે.

     કબજીયાતથી માણસના શરીરમાં ગેસ અને ઈત્યાદી રોગ જન્મ લે છે. ત્યારે આ કબજીયાત થાય ત્યારે માણસને મોબાઈલની જેમ કેમ કોઈ નોટીફીકેશન નહિ મળતા હોય ? જો કે શરીર કોઈ મોબાઈલ તો નથી જ તેમ છતાં આજના મોબાઈલ યુગમાં કબજીયાતના બધા નોટીફીકેશન બાબતે મારો આ લેખ છે, આશા છે કે આ લેખ લોકોને ઉપયોગી થશે તેમજ એ આજના ડોકટરો અને મેડીકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઇ શકશે.

     કબજીયાતના અન્ય લક્ષણો તો છે જ પણ એ બધા જયારે કબજીયાત પગપેસારો કરી જાય ત્યારે નજરે પડે છે અને સતત વ્યસ્ત લોકોને તો એ ત્યારેય પણ નજરે નથી પડતા અને વ્યસ્તતા આજના યુગમાં ઘટવાની નથી એટલે એ બધું જ જેમનું તેમ ચાલે અને આપણે ઈલાજ કરી શકીએ જો માણસને નોટીફીકેશન મળી જાય તો !! તેથી આ નોટીફીકેશનો અને સરળ ઈલાજ આ લેખમાં છે. ફરી એક વખત ઉલ્લેખનીય છે કે શરીર એ કોઈ ડિવાઈસ નથી પરંતુ શરીરની રચના ઈશ્વરે એટલી આધુનિકતાથી કરી છે કે અન્ય કોઈ ડિવાઈસ તો નેટવર્ક હોય ત્યારે જ નોટીફીકેશન આપશે જયારે શરીર એ ઈશ્વરનું એવું ડિવાઈસ છે જેને નેટવર્ક ન હોય તો પણ એ શરીરના તમામ ઘટનાક્રમના નોટીફીકેશન આપે છે. આવો જાણીએ આ બધા નોટીફીકેશન.

      શરીરમાં પ્રવેશ કરેલા નકામાં પદાર્થના નિકાસનો માર્ગ થોડો પણ જામ હોય અથવા બરાબર ન હોય તો ટ્રાફીક સુચના જેવું એનું સહુથી પહેલું નોટીફીકેશન છે જેને જાણો, માણસનું મસ્તક એ શરીરના કંટ્રોલરૂમ જેવું કામ કરે છે. મસ્તકના પાછળના ભાગે ગરદનથી ઉપર અને દિમાગથી નીચે જો અચાનક ઠંડક લાગે તો જાણો કે તમારા આંતર્ડા મુશ્કેલી અનુભવે છે, તેવી જ રીતે પાણી પીતી વખતે સામાન્ય રીતે માણસ સરળતાથી પાણી પી શકે છે પરંતુ એ પાણીને પીતી વખતે પ્રવાહી જાણે જાડું હોય તેવું લાગે તો તમારા આંતર્ડા મુશ્કેલી અનુભવે છે. જો કે આ તો શરીરમાં કબજીયાત આવે ત્યારની વાત છે અને કહેવાય છે કે કબજીયાત એ એવો હઠીલો રોગ છે કે એક વખત એ પ્રવેશી જાય પછી આસાનીથી બહાર નીકળતો નથી. ત્યારે કબજીયાત નાબુદ ન થાય તો જ ઉપરના નોટીફીકેશન મળે છે. આવો કબજીયાત ને બહાર કાઢવાના ઉપાય જોઈએ, સામાન્યતઃ જુલાબ લેવો અથવા કબજીયાત ને બળ ન મળે તેવી દવા લેવી એ જ ઉપચાર છે પરંતુ હું માણસને એની વ્યસ્તતા સાથે કોઈ ઉપચાર કર્યા વિના કબજીયાતથી મુક્તિ મેળવવાનો એક પ્રયોગ આપું છું.

   પ્રયોગ આમ તો સામાન્ય છે પણ છે સહુથી અઘરો પરંતુ જો આ પ્રયોગ ને પ્રેકટીસથી કેળવી લેવામાં આવે તો તેવા પ્રયોગશીલ વ્યક્તિને કબજીયાત જ નહિ પણ કોઈ રોગ ન થાય તેવો આ ઉપયોગી પ્રયોગ છે. પ્રયોગમાં આપણને જરૂર છે ઇમ્યુનિટીની, ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ જેના માટે પણ કેટલીક ગેરધારણાઓ છે. જેમ કે લોકો એવું માને છે કે કેલરી અથવા પ્રોટીનયુક્ત આહાર લેવાથી ઇમ્યુનિટી બને છે અથવા વિકસે છે. ગેરધારણા એ છે કે એક પણ જાતના કેલરી કે પ્રોટીન યુક્ત આહાર વિના પણ ઇમ્યુનિટી વિકસી શકે છે, વાસ્તવમાં ઇમ્યુનિટીને વિકસાવવી નથી પડતી અને એ વધે કે ઘટે તેવું આહાર સાથે તેનું કોઈ કનેક્શન છે નહિ, ઉદાહરણ લઈએ તો હિમાલયમાં રહેલા યોગીઓ સાધુઓ જે જવલ્લે જ આહાર ગ્રહણ કરે છે અને છતાં પણ નીરોગી રહે છે. એનો અર્થ એ પણ નથી કે આપણે પ્રયોગમાં ભૂખને બરદાસ્ત કરવાની છે, ના એવું કશું જ નથી આ પ્રયોગ સપ્તાહમાં એક વખત અને યોગ્ય લાગે તો આજીવન કરવાથી કોઈ રોગ તમારા શરીરમાં નહિ આવે.

પ્રયોગ
તમે વ્યસ્તતાના કારણોસર કસમયે જમતા હોઈ શકો, તે રીતે જ જમો પરંતુ જમ્યાના ૧૬ કલાક સુધી શરીરને બીજો કોઈ હળવો કે ભારે આહાર ન આપો, અને આવું રોજ નહિ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કરો, એકદમ ન ફાવે તો ત્રણ દિવસને બદલે એક દિવસ અને ૧૬ કલાકને બદલે કમસેકમ ૧૩ કલાક સુધીનો સમયગાળો જાતે બદલી શકો છો, પરંતુ સપ્તાહમાં ત્રણ દિવસ અને ૧૬ કલાક એ છે જરૂરી એટલે ન ફાવે તો સમયગાળો બદલતા રહીને આ સમય સુધી પહોચવું ફરજીયાત છે. કરશો ને ? જો હા તો માની લો કે તમે તમામ પ્રકારના મેડીકલ ઉપચારથી મુક્ત એ પણ જીવનશૈલીમાં કોઈ જ તબદીલી કે બદલાવ કર્યા વિના. એક સંતુલિત શરીર માટે ઓછામાંઓછી ૬ કલાક ઉંઘ, ત્રણ વખત આહાર અને એક વખત બાહ્ય સફાઈ જરૂરી છે. પરંતુ આ પ્રયોગ કેળવી શકશો તો આહાર સિવાય બાકીની દરેક બાબત જેમની તેમ કરી શકો છો.

૧૬ કલાક શા માટે ? તો એ સમજ વિસ્તૃત રીતે જણાવવા પ્રયાસ કરું તો, પાણી કે પ્રવાહી ને મુખથી શરીરમાં દાખલ કરીએ એટલે એ જઠરમાં એ તે વખતે જ પહોચી જાય છે પરંતુ ત્યાંથી આગળ જવા માટે એને એકથી દોઢ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે. જઠરમાં એક અગ્નિ દરેક પદાર્થને ખુબ બાળે અને ઉકાળે છે, આ પ્રક્રીયા પૂરી થયા બાદ એ પદાર્થોને તે આંતરડા તરફ ધકેલી દે છે, આંતરડા શરીરમાં બે પ્રકારના હોય છે નાનું આંત અને મોટું આંત, તેવી જ રીતે ફ્રુટ ફળાદીને ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે, અન્નને છ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે અને માંસ જેવા પદાર્થોને આઠ કલાક જઠરમાં વેઇટિંગમાં રહેવું પડે છે. હવે જો માણસે એની દિનચર્યા કે વ્યસ્તતામાં કોઈ બદલાવ કરવો શક્ય ન હોય તો સપ્તાહમાં માત્ર ત્રણ વખત આ કરવું ફરજીયાત છે, ને કરવાનું છે પણ માત્ર કેટલું, તો કે અલગ અલગ ત્રણ દિવસમાં એણે જે પહેલો ખોરાક લીધો હોય તેના ૧૬ કલાક સુધી બીજો કોઈ ભારે કે હળવો પદાર્થ શરીરને ન આપવો. પ્રવાહીમાં પણ પાણી, ડ્રીંક્સ (જે લોકો ડ્રીંક્સના બંધાણી હોય છે તેઓ) કે ચા આ સિવાય કોઈ પણ ફ્રુટ ફળાદી કે અન્ન, શરીરને ન આપવું, આ ઉપરાંત વ્યસન શરીર માટે નુકશાન કારક તો છે જ પણ આ પ્રયોગમાં કોઈ એના વ્યસનથી દુર રહે તેવું હું કહેતો નથી. હા આ પ્રયોગ પછી વ્યક્તિ આપોઆપ વ્યસન મુક્ત થઇ જાય છે એ જરૂર કહું છું.

ઇમ્યુનિટી
એટલે કે રોગપ્રતિકારક શક્તિ, દરેક માણસ કે પશુ પંખીના શરીરમાં આ શક્તિ ભરપુર માત્રામાં હોય છે અને એ વધતી કે ઘટતી નથી, માણસ આડેધડ ખા ખા કરીને એને ડીસ્ટર્બ કરે છે અને એનું આ ડીસ્ટરબન્સ માણસના તમામ રોગો માટે જવાબદાર હોય છે. એ જયારે પોતે ડીસ્ટર્બ થાય છે ત્યારે દિમાગને શીતળ સંદેશ મોકલે છે જે ઠંડક આપણે મહેસુસ કરીએ છે પણ એને અવગણીએ પણ છીએ. આને ખલેલ ન પડે તે માટે જઠરમાં જે આડેધડ ભરાવો થયો હોય તે ભરાવાને સંપૂર્ણપણે ખાલી કરવા ઇમ્યુનિટીને ૧૬ કલાકનો સમય જોઈતો હોય છે અને એ સમય એને સપ્તાહમાં ત્રણ વખત આપી દો એટલે તમને ક્યારેય મળમૂત્રના વિસર્જન કે એવા કોઈ પ્રશ્નો નહિ કનડે. 
શ્રે સુરેશચંદ્ર ભગવાનજી જોશીની બુક્સમાંથી