ભારતના ગામડાઓનું
શહેરીકરણ ધંધા રોજગાર માટે નિષ્ફળ નીવડી રહ્યું છે સાથે સાથે ભારતના અર્થતંત્રમાં
જેનું સીધું અને આડકતરું એવું બેવડું યોગદાન છે તેવા કૃષિક્ષેત્રને પણ નિષ્ફળ
બનાવી રહ્યું છે ત્યારે ભારતમાં એનો સીધો પ્રભાવ પુરૂષ વર્ગ પર પડ્યો છે બીજી બાજુ
ભારતની મહીલા આજે સ્ત્રી સ્વાતંત્ર્ય હેઠળ બેવડી સંસ્કૃતિ હેઠળ જીવન ગુજારી રહી
છે. ત્યારે કેટલાક કથાકારો કે સ્ટેજ પ્રોગ્રામર પણ પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓને
વધુ વખોડે છે, સાથે સાથે સોશીયલ મિડીયાનો પ્રભાવ પણ દરેક ઉપર જબરું પ્રભુત્વ
ધરાવતું હોય, સ્ત્રી પુરૂષ વચ્ચે શાબ્દીક લડાઈ પણ આજે જગજાહેર છે, શું સ્માર્ટ ફોન
માણસને આબાદ કરી રહ્યા છે કે બરબાદ એ સવાલ આજે દરેકના મનમાં નહી ઉઠતો હોય ? એક
પત્રકાર તરીકે વુમન એમ્પાવર એ મારો સબ્જેક્ટ રહ્યો છે અને એ નાતે મેં અનેક સામાન્ય
કે જગવિખ્યાત મહીલાઓનો જે અભ્યાસ કર્યો છે તેમાં સ્ત્રીની જરૂરીયાત પુરૂષ હોવા
છતાં મારા અભ્યાસ પ્રમાણે આજની નારી સહુથી વધુ નારાજગી પુરૂષોથી ધરાવે છે, પુરૂષો
પણ સ્ત્રીઓના મુદ્દે વધુ પડતા સંવેદનશીલ બનતા જાય છે.

કેમ આજની મહીલા ઘરને
સ્વર્ગ બનાવવાને બદલે આઝાદીના ઓઠા હેઠળ એકલવાયું જીવન વધુ પસંદ કરે છે? સામે પક્ષે
પુરૂષો સ્ત્રીઓને ઘરની મલ્લીકા બનવા દેવાને બદલે પોતે દામ્પત્ય ખંડીત કરીને ઘરના
અને આજીવીકાના બેવડા મારને પહોંચી વળવા ગુલામ જેવું જીવન સહર્ષ સ્વીકારી લે છે ?
જૂની એક કહેવત છે કે પતિને બાદશાહ બનાવીને ખુદ બેગમ જેવું જીવન જીવાય, જો પતિને
નોકર બનાવશો તો જાહીજ છે કે પત્ની પણ નોકરાણી જ બની રહેશે, જેને બદલે આજની
સ્ત્રીઓમાં એક ચલણ વ્યાપક બન્યું છે કે પતિ છૂટતો હોય તો ભલે છૂટે પણ એ એની
મહારાણી જેવા જીવનને જીવવાની ચાહ ને ખુદ આજીવીકા રળી લઈને તે સાર્થક કરશે. બીજી
તરફ પુરૂષો પણ પત્નીને ઘરની મહારાણી બનાવીને પોતે બાદશાહત કાયમ કરે એને બદલે પત્ની
છૂટતી હોય તો ભલે અને ઘરના નોકર બનીને જીવવું પડે તો પણ ભલે પણ પત્ની સાથે ન
રહેવાને એનું શાણપણ માને છે, મેં આગળ કહ્યું એમ આ વિષય જટીલ છે અને વાંક કોનો એ
શોધવાને બદલે ઉપચાર શું એ શોધવું જોઈએ. એને બદલે આજની પેઢી શોર્ટકટ એ અપનાવે છે કે
ચલો છૂટાછેડા, (ભલું થયું ભાંગી જંજાળ હવે સુખેથી ભજશું શ્રી ગોપાળ) છુટાછેડા એ
દામ્પત્યજીવનના પ્રયોગ નથી કે માણસ એને અપનાવે કે વારંવાર દોહરાવે, દામ્પ્ત્યતા એ
છે કે જેમાં છૂટાછેડા એક હેલ્પલાઇન છે પણ એ હેલ્પલાઇનનો ખર્ચ કર્યા વિના બંનેએ
દામ્પત્યજીવનને સાર્થક કરી બતાવવાનું હોય છે ? છુટાછેડા એ કોઈ ઉપાય નથી, ખબર નહી
લોકો એને એક સારો ઉપાય કેમ માને છે ? આજના મોંઘવારી યુગમાં શક્ય છે કે પુરૂષ અને
મહીલા બંને આજીવીકા કમાતા હોય, પણ માણસ પૈસા કમાય છે શા માટે? આખરે તો એ એક સારી
પત્ની કે પતિ, બાળકો અને સુવિધા માટે જ ને ? શું આજની યુવા પેઢી એમ માને છે કે
દામ્પત્યતા એ મુક્ત સેક્સનો એક પર્યાય છે ? અને સેક્સ ભર માટે જો વિવાહ જરૂરી હોય
તો એ તો એકલતામાં પણ સરળતાથી મળી રહેશે તો લગ્ન બંધન કે દામ્પત્ય જીવનની જવાબદારી
શા માટે ઉઠાવવી ? આજનો યુગ વૈજ્ઞાનિક યુગ હોય તો પણ સ્ત્રીનો વિકલ્પ પુરૂષ જ છે અને પુરુષનો વિકલ્પ સ્ત્રી જ છે આમાં કોઈ
અન્ય વિકલ્પ શોધાયો નથી કે ક્યારેય શોધાશે નહી, હા આ વિકલ્પને સાર્થક ન કરી શકતા
કમજોર અને કાયર લોકોએ ઉપાય છૂટાછેડા અપનાવી લીધો.
એકલવાયું જીવન તો
પશુ પણ નથી જીવી શકતા તો માણસ થોડો એકલવાયું જીવન જીવી શકે ? પરંતુ એક્ચુલી તો
આજનું દંપતી કે એનું કોઈ એક પાત્ર જવાબદારી ઉઠાવવા નથી માંગતા, બાકી ખંડીત થયા પછી
શું એ સેક્સને જતો કરે છે ? ખંડીત થયા પછી એ એનું ઘર નથી વસાવતા ? રહેવું, સુવું,
ખાવું, પહેરવું, સેક્સ એ માણસ એકલો હોય અને જોડીમાં હોય તેમાં જમીન આસમાનનો ફરક
પડે છે. કશું ટાળી નથી શકાતું, બધું મને કમને અપનાવવું અને સ્વીકારવું પડે છે
ત્યારે ઈશ્વર જો તમને જોડી બનવાનો અવસર આપીને જોડી આપતો હોય તો વિખુટા રહીને તમે
સાબિત શું કરો છો ? મનમાની કે સ્વાતંત્રતા ? વિવાહ એ એક એવી વ્યવસ્થા છે એ માણસની
બેઝીક જરૂરીયાતો પૂરી કરે છે, વિવાહ એક એવી વ્યવસ્થા છે જે માણસને સોસાયટી જીવનની
સમજ પૂરી પાડે છે ત્યારે સ્ત્રી હોય કે પુરૂષ એ એકલો રહીને પણ કોઈ મોટી શાંતિ નથી
મેળવતો ત્યારે યુગલના કોલાહલનો વિકલ્પ છૂટાછેડા નથી, એક બીજાને સમજવાનો આ આહલાદક
અવસર છે. હારો, થાકો કે કંટાળો તો પણ જે મજા દામ્પ્ત્યતાની છે એ મજા એકલતાની જરાય
નથી. દામ્પત્યજીવન જેનું સફળ રહ્યું છે એમાં પણ કોઈ રોકેટ સાયન્સ નથી અને દામ્પત્યજીવન
જેનું ખંડીત થયું છે તેમાં પણ કોઈ રોકેટ સાયન્સ છે નહિ. છુટાછેડા બાદ જો પાત્રો
સચવાય નહી તો એ સમાજ અને સોસાયટીનું એક બૌ મોટું દુષણ બની જાય છે. મારો કહેવાનો
આશય એ નથી કે ભારતીય વિવાહ પધ્ધતિ વીના જીવતા સ્ત્રી કે પુરૂષ એ સ્ત્રી કે પુરૂષ
નથી, પરંતુ એ સમાજના એ બહીસ્કૃત લોકો છે જે સમાજને બળવતર બનાવી નથી શકતા,
દંપતીમાંથી ખંડીત થઇ જનાર પાત્ર કોઈ હીમાલયમાં સાધના કરવા નથી જતા કે ન એ સમાજની
બીજી વ્યવસ્થામાંથી પોતાને ખસેડી લે છે. એ એકલતામાં એ રીતે રીબાય છે કે નથી કોઈને
કહી શકતા કે નથી એ સ્થિતિને સહી શકતા.
ઈશ્વર તમને જોડવા
માંગે છે ત્યારે ખુદને અને ખુદના પાર્ટનરને તોડવાની જહોજદ્દ કરવાને બદલે જોડવાના
અવસર ઉત્પન્ન કરવા જોઈએ અને જે તે સમાજના લોકોએ પણ સમયાંતરે સમાજ પર નજર દોડાવતા
રહેવું જોઈએ કે એના સમાજમાં કોઈ એકલતાથી પીડાઈ તો નથી રહ્યું ને ? મહામારી ના આ
સમયમાં કદાચ પ્રકૃતિ દરેક માણસને આ બોધપાઠ આપી રહી છે કે જે કરો એ ખુલ્લેઆમ કરો,
ચાહે નુકશાન કે ફાયદો એ વ્યક્તીગત બાબત છે પણ સમાજ અને સોસાયટી લાઈફ એ માણસની લાઈફ
છે, જો પશુ પણ ઝુંડમાં રહેવાનું યોગ્ય માનતા હોય તો તમે અને હું તો માણસ છીએ
યાર... પાર્ટનર સાથે હળીમળીને રહો, ગમો અણગમો એ માનસીક પ્રક્રીયા છે અને જો એ
વાંરવાર થતું હોય તો એનો ઉપાય મુક્ત ચર્ચા છે, છૂટાછેડા નહી. સદનશીબે મને તો બે
પત્નીઓનું સુખ હાંસીલ છે તમે બે ના કરો કદાચ પણ એક છે તેની સાથે કેમ જીવો કે કેમ
જીવી શકાય એ તો વિચારો ?