Translate

25 April 2020

છોટી છોટી બાતોં સે જીને કા મજા હી કુછ ઓર હે


છોટી છોટી બાતોં સે જીને કા મજા હી કુછ ઓર હે

પાછલા પાંચ દાયકાથી લોકો એ જીવનશૈલીમાં એક એવો ન બદલાવી શકાય તેવો ચેન્જ લઇ લીધો હતો કે માણસ તેને પૂરો કરી પણ શકતો ન હતો અને છોડી શકતો પણ ન હતો, આવા અસાધ્ય ચેન્જમાંથી, કોરોના લોકડાઉને, લોકોને તકલીફ સાથે એ સમય પણ અપાવ્યો જેમાં માણસ એના જીવનમાં જબરદસ્ત બદલાવ લાવી શકે. સમુચું વિશ્વ ઠપ્પ છે ત્યારે માણસ દેખાદેખી કરે તો પણ ક્યાં કરે? માણસ ઈચ્છતો હતો કે એમણે દાખલ કરેલો બદલાવ કોઈને હાની ન કરે, પણ જુઓ માણસે નાની નાની ખુશીઓ મનાવવાનું જતું કર્યું ત્યારથી પ્રકૃતિને કેવડી મોટી મોટી નુકશાની થવા લાગી, નિર્મળ નીર ધરાવતી અને માણસોમાં આરાધ્યનું સ્થાન ધરાવતી ગંગા સાફ કરવા માટે અત્યાર સુધીની સરકારો ૨૦ હજાર કરોડ રૂપીયા ખર્ચ કરી ચુકી હતી, તેમ છતાં ગંગા સાફ ન થઇ તે આ લોકડાઉનમાં પુનઃ નિર્મળ નીર ધારણ કરી શકી, વાસ્તવમાં તો માણસ પોતે અસાધ્ય ભૂલો જાતે કરે અને પ્રકૃતિને એ ભૂલો સુધારવા માણસને વામણો બનાવી દેવો પડે,
         
પૈસા પાછળની આંધળી દોટમાં માણસ ૩૦ દિવસનો ઘરવખરીનો જત્થો એકત્ર ન કરી શક્યો એણે આટલા વર્ષો દોટ કરીને કેટલા પૈસા ભેગા કર્યા હશે ? કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ માટે એના પરીવારની ખુશીથી મોટી બીજી કોઈ મૂડી નથી, ચા ની લારીઓમાં કામ કરતો નાનકો એના પરીવારનો મુખ્ય અને મોટો માણસ છે એ આ ભાગદોડમાં માણસ વિસરી ગયો હતો, સવારથી સાંજ સુધી માણસના ઢસરડા કરતો મજુર એના પરીવારનો બાદશાહ હોય છે. સમયની ભાગદોડમાં માણસ એની પત્નીને ભૂલીને એની સેક્રેટરીને સમય આપે એવો માણસનો કેવો ચેન્જ ? રસ્તામાં રૂમાલ હેઠો પડી જાય અને એ ઉપાડીને કોઈ આપે તો એને લાડ લડાવવા Thank you કહેતો માણસ એની પત્ની રોજ રૂમાલ આપે તો થેંક્યું પણ કહી નથી શકતો, એવો માણસનો કેવો ચેન્જ ? ખુશી નાની નાની વાતોમાં છે અને એને મોટી વાતોમાં જેમણે ગોતવી પડે એ આ સદીનો મહામુર્ખ માણસ છે.

નાની નાની ખુશીને પળ બે પળ આપવાથી કોઈ મોટું નુકશાન થઇ જાય એવો સ્વાર્થી માણસનો દાવો આ લોકડાઉનમાં કાયદેસર ઉઘાડો પડી ગયો છે, તમે મજુર છો તો પરીવારને ખુશ કરી શકો છો, તમે શાહુકાર છો તો પરીવારને ખુશ કરી શકતા નથી એ આ લોકડાઉને સાબિત કરી આપ્યું છે. ખુશી એટલે સન્માન, આદર અને એ જો માણસે સ્વાર્થ માટે ફરજીયાત હોય તો એનો પરીવાર સ્વાર્થ રહીત એની સેવા કરે છે એનો આદર કે સન્માન કેમ નહિ, એવો માણસનો કેવો ચેન્જ ? ઓફીસમાં બોસને કે સેક્રેટરીને ખુશ કરવા ફૂલનો ગુમ્છો લઇ જતો માણસ એની પત્ની, એની પુત્રી કે એના પુત્ર અથવા માતાપિતા માટે આ કેમ ન કરી શકે ? તાત્પર્ય એટલું કે માણસ આ ભૂલ્યો નથી અને સમજતો નથી એવું પણ નથી, પરંતુ એ એક એવા બદલાવના વળગણમાં છે કે એને આમ કરવું ફાવતું નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે માણસ ગમે તેટલા ધમપછાડા કરે ખુશીઓનો સ્ત્રોત નાની નાની ખુશીઓમાં જ છે, મોટી ખુશીઓ તો એનો દંભ અને દેખાડો છે.
        
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માણસ ગમે તેટલા બાહ્ય દેખાવ કરે પરંતુ માણસની હકીકત એના પડછાયા બયાં કરી જ દેતા હોય છે અને માણસનો પડછાયો એ એના કર્મ છે, આદિકાળમાં મહાત્મા વિદુર અને ભીષ્મના એક વાર્તાલાપમાં, વીદુરજી ભીષ્મને ઉદેશીને કહે છે કે માણસ એની નાની નાની ખુશીઓના ભોગે ગમે તેવડી મોટી ઈમારત ચણે, એ અચાનક ઢહી જ જાય છે અને ત્યારે માણસને સમજાય પરંતુ ત્યારે એની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ સમય સ્પેન્ડ રહેતો નથી, અર્જુન કૃષ્ણના એક સંવાદમાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે ખુશીઓની એક ચેઈન છે અને એ ચેઈનને પાર કરીને માણસ ઈશ્વરને પામી શકે છે અથવા એ ઈશ્વાને મળી શકે છે, તે માટે નાનાં કે મોટા દરેક માણસને કર્મની રણભૂમિમાં એક યુદ્ધ અવશ્ય કરવું પડે છે, આ યુદ્ધથી અજાણ માણસ યુદ્ધભૂમિમાં ખુશીનું એક પણ શસ્ત્ર લઈને જતો નથી તેથી તે હારી જાય છે, આવા માણસને એની ભૂલોનું ભાન કરાવવા પ્રકૃતિ એને પુનઃ શૂન્ય બનાવીને માણસને એની ભૂલોનું ભાન કરાવે છે. આ લોકડાઉન પણ એ જ સંદેશ માણસને આપે છે. માનનીય વડાપ્રધાને હમણાં તાજેતરમાં જ કહેલું કે આત્મનિર્ભરતા વિના સમસ્યાઓ સામે લડી શકાય નહિ, ત્યારે આ આત્મનિર્ભરતા એ માણસની અંદર રહેલી ખુશીઓ છે અને કોઈ પણ ભોગે આ ખુશીને ન કચડવી એ આ લેખનો પરમ સંદેશ છે. ઘરે રહો, સુરક્ષિત રહો, અને શક્ય હોય તો આત્મમંથન કરો એ જ માણસનું દાયિત્વ છે અને જયારે એ સ્વેચ્છાએ ન કરીએ ત્યારે પરાણે કરવું પડે એ આ પ્રકૃતિનું સામર્થ્ય છે. ગમે તેવો માણસ ગમે તેટલો નિર્ધન હોય એ એના પરીવારનો ધનિક છે અને ગમે તેવો માણસ ગમે તેટલો ધનવાન હોય એ એના પરીવારનો નિર્ધન છે. તમારી આસપાસ વહેતી ખુશીઓની નદીના નાના નાના ખોબલા ઉલેચો અને એને વહેચો એનાથી મોટી આત્મનિર્ભરતા જગતમાં બીજી કોઈ છે જ નહિ.
અસ્તુ!!
ભાર્ગવ જોશી