Translate

18 February 2020

internet data ના રોગીઓ પેદા કરી દીધા બાદ એનો ઇલાજ મોંઘુ internet

લાખો-કરોડો બેરોજગાર ઈન્ટરનેટથી શોધે છે ખુદ માટે રોજગાર
નથી ધંધો નથી વહેપાર, કદાચ નથી દરકાર ખુદને સરકાર

ભારતને DIGITAL ભારત તરીકે જોવું એ ભારતના દરેક નેતા જ નહિ દરેક નાગરીકનું સપનું છે અને એને નકારી ન શકાય, પરંતુ સમુચું ભારત એટલે કે સાડા આઠ  કરોડ યુઝર્સ જયારે ૨૦૧૫-૧૬ બાદ ભારતમાં સસ્તા અથવા મફત DATA નો ઉપયોગ કરતા હતા ત્યારે લગીરેય આ વિચાર તેના અંતરમન ઉપર નહિ આવ્યો હોય કે યુઝર્સને મફત DATA સાથે કોઈ ચેપી રોગ તો ચીપકાવવામાં નથી આવતો ને? 


તત્કાલીન સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જયારે ૨૧ મી સદીમાં ભારત ડીજીટલ હશે તેવું સંબોધન કરતા હોય અને એવા સંબોધનને સાર્થક કરવાના હેતુસર ૨૪ માર્ચ ૧૯૮૭ માં રાજીવગાંધીના વડપણ વાળી સરકાર દ્વારા ભારતનો એક મહત્વપૂર્ણ સંચાર ઉપગ્રહ અવકાશમાં તરતો મુકવામાં આવ્યો હોય ત્યારે, ઉપગ્રહ સફળ રીતે લોન્ચ થયા બાદ તત્કાલીન પ્રધાનમંત્રી જનતાજોગ જે ભાષણ આપતા હતા તેમાં તેઓ જનતાને સંબોધીને કહી રહ્યા હતા કે ૨૦ વર્ષ બાદ ભારતમાં મળનારી બધી સંચારસેવા નજીવી કીમતે અથવા મફત રીતે લોકોની સેવા કરી શકે તે માટે આ ખર્ચીલો સંચાર ઉપગ્રહ આજે અવકાશમાં તરતો મુકવામાં આવ્યો છે, જો કે એ મુજબ જોઈએ તો તો ૧૪૯ રૂપિયા કે ૨૪૯ રૂપિયામાં જે  DATA પેકેટ યુજર્સને મળતું હતું એ DATA પેકેજની કીમત કદાચ વ્યાજબી કીમત ગણી શકાય, જયારે આજે મોટાભાગની ટેલીકોમ કંપનીઓ દ્વારા જે  DATA  વહેચવામાં આવે છે એ દરેક DATA પેકેજ ૫૦૦ રૂપિયાથી ઓછી કિમતના નથી.

         સવાલ અહી આગલી સરકારે શું કર્યું અને પાછલી સરકારે શું કરે છે એ હોય તો પણ સરકાર નાગરીકોની ગવર્નન્સ તો છે જ અને એ સરકાર જેના વડપણ હેઠળ ચાલતી હોય અને સરકારના, એ વડા જનતાજોગ કોઈ સંદેશો આપતા હોય ત્યારે શું એ સંદેશ પહેલેથી જ ખોટો હતો ? કે ખરેખર સરકારની કોઈ ચૂક થઇ ? એ સવાલ લોકમાનસ પર ઉપગ્રહની જેમ તરે એમાં શંકાને કોઈ સ્થાન હોય નહિ, ત્યારે કોઈ પણ ઇન્સ્ટોલરની મદદ વિના લોકોના માનસ પર આપોઆપ લોન્ચ થયેલા ઉપગ્રહ જેવા પ્રશ્નોનો જવાબ કોઈ સરકાર પાસે હોતો નથી, હા જનતા ટુકડે ટુકડે ઘટનાઓને જોડીને તાગ જરૂર મેળવતી હોય છે જેમ કે 2G સ્કેમ જેવા કૌભાંડો, પરંતુ આ કૌભાંડોની સચ્ચાઈ જયારે લોકોની સામે નથી આવતી ત્યારે લોકોના દિમાગી અવકાશમાં ઉપગ્રહોનો ટ્રાફીક જામ થઇ જાય છે. અને આવા ટ્રાફીક જામમાં ફસાયા પછી લોકો આડેધડ ટ્રાફીકને અનુસરી નાખે છે કેમકે દિમાગમાં કોઈ ટ્રાફીક રૂલ્સ ફોલો કરવાની મહારત સરકારોએ કેળવવા દીધી જ નથી. આવા સંજોગોમાં કોણ ક્યારે ટ્રાફીકનો દંડી બની રહેશે તો કોણ ક્યારે ટ્રાફીક દંડાધિકારી બની જાય એ નક્કી થતું નથી, લોકમાનસ અવકાશની આવી અવદશાનો લાભ ભારતના કે ભારત બહારના ઉદ્યોગપતિ આબાદ રીતે ઉઠાવી જાય છે. 

           ૨૦૧૫-૧૬ માં ભારતની એક ખાનગી ટેલીકોમ કંપનીએ લોકોને મફત ઈન્ટરનેટ આપવાની પેરવી કરી અને લોકોએ પણ હોશે હોશે આ પેરવીને અપનાવી લીધી, તેના મુકાબલામાં રહેલ અન્ય કંપનીઓને મફત ઈન્ટરનેટ સામે એના સસ્તા DATA આપવાનો કોઈ માર્ગ સુઝ્યો નહિ એટલે લોકલાગણીના ટ્રાફીક સામે એ કંપનીઓએ થોભો અને રાહ જુઓની નીતિ પરાણે અપનાવી, લોકોને જો કે ખબર ન હોય મફત ઈન્ટરનેટ આપવાની એક વર્ષની કીમત આ ખાનગી કંપનીને ૩૦૦૦ કરોડ ભોગવવી પડતી હતી, પરંતુ એનો ગોલ વધુમાં વધુ ઉપભોક્તા એ હતો અને આવડી માતબર રકમ બાદ ૨૦૧૬ માં જયારે મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા સાડાઆઠ કરોડ આસપાસ હતી તે સંખ્યા આજે ૨૦૧૯ સુધીમાં ૨૨ કરોડ આસપાસ પહોચી ગઈ. અને આ ત્રણ/ચાર વર્ષમાં internet data ના ત્રણ ગણા વધુ રોગીઓ પેદા કરી દીધા, જેનો ઇલાજ હવે મોંઘુ internet જ છે. - ભાર્ગવ જોશી