Translate

19 April 2020

કોરોનાનું જ્યોતિષ જ્ઞાન

ગુજરાત રાજ્યના પોરબંદરમાં રેલ્વેમાં કોચિંગ સુપરીન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા 
મહેન્દ્ર  આર. બોરીસાગર દ્વારા જ્યોતિષ આધારીત આ લેખ તૈયાર કરવામાં આવેલો છે. 

સમગ્ર વિશ્વ જયારે કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે જ્યોતિષ વિજ્ઞાનના એક જિજ્ઞાસુ તરીકે covid-૧૯ ના જન્મનું કારણ અને તેની અસરો વિશે લખવાનો આ મહેન્દ્રભાઈનો વિનમ્ર પ્રયાસ છે. તા :- ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ ધન રાશિ માં મૂળ નક્ષત્ર માં થયેલ સૂર્ય ગ્રહણ જ covid -૧૯ ના જન્મનું કારણ છે. મુંડેન astrology ના આચાર્યો એ લખ્યું છે કે જ્યારે સૂર્ય ગ્રહણ ધનરાશિમાં થાય છે ત્યારે મરકી (વાઈરસનું જોર પ્રબળ બને છે)  ચૌ પગા પ્રાણીઓ મરે છે , રાજવંશી કુટુંબો અને મહત્વના નેતાઓને પીડા પોહચે છે, દેશો વચ્ચે  લડાઈ જેવી સ્થિતિ ઉદભવે છે , ૬ મહિના સુધી આવી પરિસ્થિતિની અસર રહે છે અને સૌથી અગત્યની વાત આવા સમયે જન્મેલ વાઈરસ ફરી ઉથલો મારે છે.

જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ, ૨૦ લાખથી વધારે લોકોને સંક્રમિત કરનાર covid-૧૯ અને સમગ્ર પૃથ્વી પર મંદીના પગરવ, આ બધા પરિણામોનું કારણ સૂર્યગ્રહણ છે. હાલના ગોચર ગ્રહોનો અભ્યાસ કરીએ તો મંગળ+ગુરૂ+પ્લુટો આ ચાર ગ્રહોનો ચતુષ્કોણીય યોગ બન્યો હોય ત્યારે પૃથ્વી પર પ્રાકૃતિક આપત્તિઓ, મહામારી, વૈશ્વિકમંદી અને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.આપણે સૌ આ પરિસ્થિતિ માંથી હાલમાં પસાર થઈ રહ્યા છે ત્યારે ગ્રહોની હવે પછીની પરિસ્થિતિ વિશે જાણીએ તો ૨૧/૦૫/૨૦૨૦ બાદ ભારતમાંથી કોરોનાનો વ્યાપ ઘટશે જ્યારે સમગ્ર વિશ્વમાંથી ૨૯/૦૬/૨૦૨૦ બાદ વાઈરસની અસર ઓછી થઈ જશે. આઝાદ ભારતની કુંડળીના સંદર્ભમાં ભાગ્ય સ્થાને થઈ રહેલી આ યુતિ ભારતને કોરોના વાઈરસથી વિશ્વમાં સર્વ પ્રથમ બહાર લાવશે. ચીન તેમજ અમેરિકા અને તેમના રાષ્ટ્રપતિના કુંડળીના સંદર્ભમાં જોઈએ તો મહાસત્તા અમેરિકાને ભારે નુકશાન સહન કરવું પડશે, ડોનાલ્ડટ્રમ્પની લોકપ્રિયતા ઘટશે, ચીનના સંદર્ભમાં જોઇએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જબરજસ્ત નામોશી થશે અને અમેરિકા જોડે યુદ્ધ જેવી સ્થિતિ ઉદભવ થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇની કુંડળીમાં ત્રીજાસ્થાને થયેલ આ યોગ તેના પરાક્રમ અને આત્મબળમાં અદ્ભુત વૃદ્ધિ નિર્દેશ કરે છે તેમજ દેશનો અભૂતપૂર્વ સહયોગ અને લોકપ્રીયતા તેને ઉચ્ચ શિખર પર બેસાડશે અને ૨૦૨૧ ના મધ્યમાં ભારતને મહાસત્તા તથા વિશ્વગુરૂની પદવી અપાવશે. ગુજરાતના સંદર્ભમાં તેમજ મુખ્યમંત્રીશ્રી રૂપાણી સાહેબના સંદર્ભમાં નવી સફળતા તથા નવા વૈશ્વિક રોકાણોમાં ગુજરાતને અદ્ભુત સફળતા નિર્દેશ કરે છે. સમગ્ર વિશ્વની જેમ હું પણ કોરોના લડવૈયાઓનો આભાર વ્યકત કરું છું અને સમગ્ર વિશ્વ ખૂબ ઝડપથી  આ મહામારીમાંથી બહાર આવે તેવી મંગલ કામના કરું છું.


અહી આજની તારીખે કોરોના સંક્રમિત વૈશ્વિક આંકડાઓ સામેલ છે. 


Worldwide

(સંક્રમિત)
23,10,572

(સ્વસ્થ થયા)
      5,90,682

(મૃત્યુ પામ્યા)
            1,58,691

India
14,792
2,015
488

United States
7,39,041
65,549
38,928

Spain
1,94,416
74,662
20,639
Italy
1,75,927
44,927
23,227