Translate

07 April 2020

માનવતાની મહેક

ભાણવડની મદ્રેસા સ્કુલના સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓની બે મહીનાની ફી માફ કરવાની સાથે સાથે હાલના લોકડાઉનના સંજોગોમાં વિદ્યાર્થીઓના વાલીઓ શું કરશે એની પણ દરકાર લેતા હોય તેમ પંદર દિવસ ચાલે તેટલા અનાજની એક કીટ વિતરણ કરવાનું નક્કી કર્યું ત્યારે આવા વાલીઓની ખુમારીને ઠેસ ન પહોચે તેવા હેતુથી આવી કીટ ગુપ્ત રીતે વહેલી સવારે ઘરના બારણા પર જ છોડવાનું નક્કી કર્યું, આ કીટમાં પાંચ કીલો ઘઉં, બે કીલો ચોખા, એક એક કીલોની બે અલગ અલગ દાળ, બે કીલો બટાકા બે કીલો ડુંગળી, એક લીટર સીંગતેલ અને મીઠું,મરચા પાવડર, ધાણા પાવડર હળદર અને દૂધ પાવડરનો સમાવેશ આ કીટમાં કરવામાં આવ્યો તેમજ નાનકડી એક ધનરાશી પણ આ કીટમાં ઉમેરવામાં આવી, 

પોતાની શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓના વાલીજનોને આવી ગુપ્ત મદદ પહોચાડીને સંચાલકોએ વાસ્તવમાં માનવતાની મહેક પ્રસરાવી છે.