Translate

07 April 2020

માનવતાને શર્મસાર કરતી દાહોદની અર્બન હોસ્પીટલની ઘટના

Ab2 web news

દાહોદની અર્બનબેંક હોસ્પિટલમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી

ગરીબ દંપતિ પાસે પૈસા ના અભાવે બિમાર બાળકને અર્બનબેંક હોસ્પિટલ દ્વારા હોય સારવાર નહિ કરાતા બાળકનું મોત નિપજ્યું, દાહોદના સીગવડ તાલુકાના ઝામરી ગામના એક દંપતીના બાળકને તાવ આવતા બિમાર થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ અર્બનબેંક હોસ્પિટલમાં લાવ્યા હતા બાળકને બ્લડ ઓછુ હોવાથી બ્લડ ચડાવવા માટે રુપિયા 1500 ની માંગણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી દંપતી પાસે પૈસા ન હોવાથી બાળકને સારવાર કર્યા વગર જ રજા આપી દેતા બાળકનું મોત થયાનો દંપતીનો આક્ષેપ બાળકના મૃતદેહને દંપતિ હાથ પર લઈ ચાલતા ઘરે જવા નિકળ્યાની માહિતી પોલીસને મળતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી 

દાહોદ DYSP કલ્પેશ ચાવડા તથા ટાઉન PI વંસત પટેલે  માનવતા દાખવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દંપતી તથા બાળકના મૃતદેહને એના ગામ તથા ઘરે પહોચાડવામાં આવ્યો હતો

સૌજન્ય: મયુર રાઠોડ દાહોદ