Translate

02 April 2020

માણસ બ્રહ્માંડ જોઈ શકે છે પરમાણું નહીં!!

મનુષ્ય!!

મનુષ્ય એક સમજદાર પરંતુ અજબ પ્રાણી છે, બે નાનકડા પ્રશ્ન સાથે હું આ આખી વાત આપને સમજાવી શકું તેમ છું, બલકી આ બે પ્રશ્નના જવાબમાં જ મારો જવાબ છે પરંતુ હું તેમ છતાં પણ આપને વિસ્તાર પૂર્વક સમજાવાની ચેષ્ટા કરું છું. શું તમે ક્યારેય બ્રહ્માંડ (univerce) ને જોયું છે ? શું તમે ક્યારેય પરમાણું જોયા છે ? આપના જવાબ મનમાં રાખો આગળ આગળ તમે એને તમારી મેખે જ મુલવજો, પરંતુ જવાબ પહેલા જ તૈયાર કરી રાખજો, પ્લીઝ એમાં કોઈ બેઇમાની ચલાવતા નહીં,

બેશક આપના જવાબો "ના" હશે, જો ના પાડશો એટલે તમારા મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થશે, કે શું મેં બ્રહ્માંડ કે પરમાણું જોયા હશે ? ત્યારે આપની મનોવ્યથાને હું પણ જવાબ આપી દઉં કે "હા" મેં બ્રહ્માંડ જોયું છે પરંતુ પરમાણું જોઈ શક્યો નથી, મારો જવાબ આપના ગળે ઉતરશે કેમકે સુપર ઈલેકટ્રોનિક માઈક્રોયંત્રથી પણ પરમાણુંને જોઈ શકાતા નથી, આ જવાબની સાથે જ તમારી જિજ્ઞાસા તમારા મનમાં વધુ એક પ્રશ્નને જન્મ આપશે કે તો બ્રહ્માંડ જોવાનો તમારો દાવો કેવી રીતે સાચો માનવો ? બ્રહ્માંડ એ કોઈ ક્રિકેટ સ્ટેડીયમ તો નથી જ કે એના એક ખૂણે બેસીને આખું સ્ટેડીયમ જેમ જોઈ શકાય તેમ બ્રહ્માંડ જોઈ શક્યા હોય!!

તમને આ શબ્દો દેખાય છે ? હા !!
તમને તમારો હાથ દેખાય છે ? હા !!
તમને તમારું કપાળ દેખાય છે ? ના!!

શબ્દો અથવા પોતે પોતાનો હાથ એટલે જોઈ શકે છે કેમ કે એ એની સામે છે જ્યારે કપાળ સામે નથી, કપાળને જોવા જેમ અરીસાની મદદ લેવી ફરજયાત છે તેમ બ્રહ્માંડને જોવા ધ્યાન (અંતર્ધ્યાન) ની મદદ લેવી ફરજયાત છે. અને જો માણસ એ કરી શકતો હોય તો પરમાણું ને કેમ ન જોઈ શકે ? જો અંતર્ધ્યાન દ્વારા વીશાળ બ્રહ્માંડ જોઈ શકાય તો એ પદ્ધતિથી પરમાણું કેમ ન જોઈ શકાય ?

અહીંથી આપણી એ ચર્ચા શરૂ કરી રહ્યા છે જેને વિસ્તારથી કહેવાની મેં સામે ચાલીને જવાબદારી ઉઠાવી છે!! સમજવું ન સમજવું એ આપની જવાબદારી છે તેમ છતાં પણ હું કોઈ કચાશ નહીં રાખું. તો આગળ વધીએ એ પહેલાં કહેવાની મારી ફરજ છે કે જે બ્રહ્માંડ જોવાનો મારો દાવો છે એ મારો જ નહીં તમારો પણ દાવો છે બસ એ મેં કર્યો તમે કર્યો નથી, પરંતુ એ હકીકત છે બ્રહ્માંડને મેં પણ જોયું છે અને તમે પણ જોયું છે, બ્રહ્માંડ એક ફિલ્મના રીલ કે કેસેટની પટ્ટી જેવું છે જેને મેં સળંગ જોયું હશે તો તમે હજુ એનો કેટલોક ભાગ જોવાનો બાકી રાખ્યો છે. વાસ્તવમાં આપણી આંખ એ બધું જ જુએ છે જેને પ્રકાશ રોકે છે, ખરું ને!! જો એને પ્રકાશ રોકતો નથી તો આપણી આંખોની દ્રષ્ટિ દૂર દૂર જોજનો સુધી જાય છે, તમને ક્યારેય એ પ્રશ્ન થયો કે આંખ ક્યાં સુધી જોઈ શકે છે ? એનો સરળ જવાબ છે જ્યાં આંખો કોઈ પ્રકાશને રોકી લે છે ત્યાં સુધી આંખો જોઈ શકે છે અને જો પ્રકાશ એને રોકે નહીં તો આંખો જોજનો સુધી જોઈ શકે છે!!

પરમાણું પ્રકાશની એ સ્થિતિ છે જેને અનુભવી કે અનુમાનીત કરી શકાય પરંતુ તેને પ્રત્યક્ષ જોઈ શકાતા નથી, પરમાણું એટલે એક અણુનો લાખો, કરોડોમો ભાગ!! ઉદાહરણ તરીકે સફરજનની એક ચીરના કરોડો ભાગ કરો તો એનો કરોડમો ભાગ નહીં દેખાય, આ પ્રયોગ તડબૂચ કે પૃથ્વીના ગોળા સાથે સરખાવો ત્યારે પણ જે વસ્તુ પરમાંનું ક્ષમતામાં હોય એને નરી આંખે જોઈ શકાતી નથી, એટલે પરમાણું ને જોવા માટે બ્રહ્માંડ ને જોવું પડે અને બ્રહ્માંડ તમે જોયું હોવા છતાં એના પરમાણું તમે કે હું સુપર ઈલેકટ્રોનિક માઈક્રોસોફ્ટની મદદથી પણ એ જોઈ નથી શકતા!!

આ જોતા એક પ્રશ્ન જરૂર થતો હશે કે શું માણસ યાદમાંથી બહાર આવી શકતો હશે, અથવા યાદ (સારા, ખરાબ સંસ્મરણો) વિસરી શકાતી હશે!! અવશ્ય પણે યાદ વિસરી શકાય છે અને માણસ આવી યાદને વિસરવા માટે મનને સતત કામ (જરૂર આરામની હોય છે પરંતુ) આપ્યે રાખે છે. આ ખોટો રસ્તો છે, ઉદાહરણ કોઈ માણસ ને એના બોસ ઠપકો આપે એટલે એને ભૂલવા એ મનને આદેશ આપે કે એવા નામની યાદી આપ જેને પોતે ઠપકો આપીને, પોતાને મળેલા ઠપકાને ભૂલી જાય!! છે ને ખોટો રસ્તો, જેને બોસ દ્વારા ઠપકો મળ્યો તે સાચો છે કે ખોટો એ જાણ્યા સમજ્યા વગર એણે કોઈને પોતે ઠપકો આપી શકે કે કેમ એ સંશોધન કર્યું, હજુ એક ઉદાહરણ આપું, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના દામ્પત્ય જીવનમાં મોટાભાગના જગડા આ કારણે જ હોય છે. વાસ્તવમાં આ એક સાઇકલ છે જેને માણસે રોકવાની હોય છે અને અસમર્થ માણસ એને રોકવાને બદલે બળ અને તાકાત આપે છે. (ફોર એક્ઝામ્પલ corona covid-19, Aids, swain flu વગેરે)

માણસ એની આ અવસ્થામાં વિશાળ (મોટું) બધું જોઈ શકે છે પરંતુ સૂક્ષ્મ (પરમાણું) જોઈ શકતો નથી, આ વાત એક આધાર છે જો બારીક એટલે કે નાનકડું જોવા તૈયાર રહેશો તો માણસને મોટું જોયા વગર જ સમજાઈ જશે.
ધન્યવાદ
અસ્તુ!!