Translate

19 February 2020

માણસ સતત વ્યસ્ત છે, રોજ હૃદયશૂન્ય બનતો જાય છે.

માણસના દિમાગમાં ટ્રાફીકજામ કરવામાં દરેક નેતા અને પક્ષ છે જવાબદાર 
અસંવેદનશીલ બનીને માણસ મેળવવાને બદલે ગુમાવે છે વધુ
સતત વધતી મોંઘવારીથી ભવિષ્યની કોઈ યોજના માણસ ઘડી શકતો નથી  
યથા રાજા તથા પ્રજા 

           લેખ સંવેદનશીલ છે અને તેના દરેક શબ્દો એમ જ લખવામાં નથી આવ્યા, શબ્દોને સમયના ઊંડા સાગરમાંથી તટ પર આવવા અનુભવ,નીરીક્ષણ,પ્રસંગો,પાત્રો અને સમય પોતે દાવ પર લાગીને જવાબદારી નો બોજ ઊંચકી ભૂતળથી મહામુસીબતે સાગરના તટ પર લાવી શકાયા અને કેટલાક હૃદયને શૂન્ય બનવામાંથી બચાવી શકાયા, હૃદયશૂન્યતા એ બહુ મોટી વાત કે એવી વાત પણ નથી કે હૃદયશૂન્ય ન હોય તો શું બધું સરખું ચાલે ? ના સરખું એની મેળે કે કશું હોવાથી કે કશું ન હોવાથી નથી ચાલતુ, પરંતુ શૂન્ય ન હોય તેવું હૃદય મોટી સમસ્યાને આસાનીથી સુલજાવી શકવા માટે હુન્નર્બદ્ધનું કામ કરે છે. જેટલા વર્ષ જીવ્યા અને હવે જેટલા જીવશો તેમાં હ્રદયની શૂન્યતા અને ચેતનવંત હૃદય આ બંને પાસાઓને જાતે જ ખુદની અંદર મુલવી જોજો, તો અંદાજ આવી શકશે કે હૃદય એ બે ત્રણ લાખમાં રીપેર થઇ જાતું માત્ર એક યંત્ર કે અવયવ નથી, માણસની આત્મા જો ક્યાંય જોવા મળે છે તો એ તેના હૃદય ઉપર જ જોવા મળે, અન્ય ક્યાંય નહિ. અલગ વાત છે કે કેટલાક લોકો આત્મા કે જન્મ દર જન્મ કે પુનઃર્જ્ન્મમાં વિશ્વાસ ન કરતા હોય, અલગ વાત છે કે જેમણે ખુદના હ્રદયને ક્યારેય ધબકતું મહેસુસ ન કર્યું હોય, બની શકે કોઈએ ક્યારેય શૂન્યતાનો અનુભવ જ ન કર્યો હોય તેથી હૃદય ચેતના કે હ્રદયશૂન્યતા નથી એવા નિષ્કર્ષ ઉપર આવી ન શકાય.  

      દુનિયામાં અશક્ય ને અસંભવ કશું જ નથી પરંતુ સંભવ કે શક્ય માત્ર બોલવાથી નથી થઇ જતા, અશક્યને શક્ય બનાવવા અને અસંભવને સંભવ બનાવવા માટે મેદાને પડેલા જવાબદારોને બૌ મોટી કીમત ચૂકવવી પડતી હોય છે, ઈતિહાસને યાદ કરીએ તો સમય એનો એ જ હોય છે બદલે છે માત્ર પાત્રો, ઘટના પણ એની એ જ હોય છે. વધુ આગળ ન જઈએ અને આ સદીની જ વાત કરીએ તો ઈસ્વીસન ૧૯૦૦ થી ૨૦૦૦ સુધીના આ સો વર્ષના સમયમાં જે ૧૯૦૧ માં સમય અને ઘટના હતા તે જ સમય અને ઘટના ૨૦૦૧ માં પણ એમને એમ આકાર પામ્યા છે. હૃદયની ચેતના જેવું કઈ ન હોય તો લોકો બુદ્ધ, મહાવીર કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા તૈયાર ક્યારેય થયા ન હોત.

       આધ્યાત્મ, યોગ-ધ્યાન આ બધા સાધનો એના માટે છે જેણે હ્રદયની ચેતના અનુભવી ન હોય અથવા ધબકતા હૃદયના સિગ્નલોને સમજતા ન હોવાના કારણે તેઓ આ માર્ગે મનેકમને ચાલી પડતા હોય, આગળ જતા તેઓ કશું ન કરે, ન સમજે તો પણ આંધળા વિશ્વાસને અનુસરીને હૃદયની કામચલાવ શૂન્યતા દુર કરી લેતા હોય છે. હૃદયની ચેતના એટલે સંવેદનશીલતા, હૃદયની શૂન્યતા એટલે અસંવેદનશીલતા. આપણી આસપાસ અસંખ્ય ઘટનાઓ ઘટીત થાય છે કેટલીક આપણે જોતા હોય છે તો કેટલીક ન જોતા હોવા છતાં પણ આપણી આંખોમાં આપમેળે કેદ થઇ જાય છે, શરીરની રચનાઓ જ એવી છે કે બચપણથી લઈને યુવાની સુધી માણસ એને ઢાળતો હોય છે, જેમ કોઈ એક સુચના કે તેવી બાબતની એક ગાઈડલાઈન્સ હોય છે તેમ બચપણથી યુવાની સુધીનું શરીર માણસ દ્વારા એની ગાઈડલાઈન તૈયાર કરતુ હોય છે,  જો શરીર જ માણસ છે તો નિસંદેહ એ હૃદય શૂન્ય છે અને શરીર સિવાય કોઈ તત્વ કે વસ્તુ માણસ છે તો એ ગૌતમ બુદ્ધ કે મહાવીર છે. કે પછી ઈશ્વર અલ્લાહ ગોડ આનાથી આગળ વધીએ તો અનેકો નામ છે અને આવા નામધારી વસ્તુ કે તત્વ એ ચેતન છે એ હૃદય કે એનાથી ઉપરના તત્વો છે.

વાત આપણે યથા રાજા તથા પ્રજાની કરતા હતા તો યથા રાજા તથા પ્રજા મતલબ એક ઐતિહાસિક ઉદાહરણ અને એક વર્તમાનનું ઉદાહરણ આપીને આ વાત કહેવાનો પ્રયાસ કરીશ, ઐતિહાસિક ઉદાહરણ એ છે કે ભારતના વેદો અનુસાર મહાભારતનું યુદ્ધ જો એક પાત્રનું હૃદય ચેતનાથી ધબકતું રહ્યું હોત તો મહાભારત જેવું યુદ્ધ આકાર પામ્યું ન હોત,