Translate

19 April 2020

છુટ્ટાછેડા, બહાર ભટકતા પુરૂષોએ ખાસ વાંચવું

પતિએ પત્નીને કહ્યું મારે છૂટાછેડા જોઈએ છે, 
પત્નીએ કહ્યું છુટાછેડા પહેલા મારી ઈચ્છા કરવી પડશે પૂરી… 
બહાર ભટકતા પુરુષોએ ખાસ વાંચવું..

કોઈ એક શહેરમાં પતિ અને પત્ની તેમના પુત્ર સાથે રહેતા હતા. તેઓના લગ્ન થયા તેના 10 વર્ષ થઈ ગયા હતા. જ્યારે પતિ એક દિવસ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેની પત્નીને તેની પાસે બેસાડીને કહ્યું કે મારે છૂટાછેડા લેવા છે. આ સાંભળીને પત્નીએ ગુસ્સો કરવાને બદલે શાંતિ પૂર્વક પૂછ્યું કે તમે શા માટે છૂટાછેડા લેવા માગો છો. પરંતુ પતિએ કોઈ જવાબ ન આપ્યો અને પત્ની નિરાશ થઈ ગઈ. પરંતુ પતિએ હિંમત કરીને કહ્યું કે મારે બીજી છોકરી સાથે સંબંધ છે. ઓફિસમાં એક છોકરી છે, હું તેને પ્રેમ કરું છું. આ વાત સાંભળીને પત્ની કંઈ પણ બોલ્યા વિના રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે જ્યારે પતિ ઘરે પાછો ફર્યો, ત્યારે પત્નીએ તેના પતિને સ્મિત સાથે સ્વાગત કર્યું. પરંતુ પતિને સમજમાં ન આવ્યુ કે આ શું થઈ રહ્યું છે. પત્નીએ પતિને કહ્યું કે હું તમને છૂટાછેડા આપી દઈશ. પરંતુ તમારે મારી એક શરત કે ઈચ્છા સ્વીકારવી પડશે. આ સાંભળીને પતિ આશ્ચર્ય પામ્યો. પત્નીએ કહ્યું કે આગામી એક મહિના માટે આપણે સામાન્ય જીવન જીવીશું, જેમ કે કંઈ થયું જ નથી. આપણે આ વિશે આપણા પુત્રને પણ નહીં કહીશું. આવી મારી ઈચ્છા છે, પત્ની એ તેના પતિને કહ્યું કે જેમ તમે મને લગ્ન થયા ત્યારે ઉપાડીને લાવ્યા હતા, એવી જ રીતે તમે દરરોજ એક મહિના માટે આવું કરશો. પતિને લાગ્યું કે પત્ની પાગલ થઇ ગઇ છે. પરંતુ તેણે વિચાર્યું કે 1 જ મહિનાની વાત છે તેથી તેણે હા પાડી દીધી.

જ્યારે પતિએ પહેલા દિવસે પોતાની પત્નીને ઉપાડી ત્યારે તે બંનેને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. પરંતુ આ જોઈને, તેના પુત્રને ખૂબ જ આનંદ થયો. બીજા દિવસે જ્યારે પતિએ તેમની પત્ની ને ઉપાડી તો ઉંમરની અસર સ્પષ્ટપણે દેખાવા લાગી. ચોથા દિવસે જ્યારે પતિએ તેમની પત્ની ને ઉપાડી તો પતિને આત્મીયતા નો અનુભવ થયો. તેણે નોંધ્યું કે આ તે જ સ્ત્રી છે જેણે મને મારા જીવનને 10 વર્ષ આપ્યા. રોજ આમ કરવાથી પતિને અનુભવ થયો કે તેમની વચ્ચે ફરીથી પ્રેમ થવા લાગ્યો છે. પતિએ આ વાત ઉપર ધ્યાન રાખ્યું કે તેની પત્નીનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે. તેની પત્નીને છોડીને, તે બીજી છોકરી પાસે ગયો, જેને તે પ્રેમ કરતો હતો. તેણે તે છોકરીને કહ્યું કે મને માફ કરી દે હું મારી પત્નીને છૂટાછેડા આપી નહી શકું. હવે અમને બંનેને માત્ર મૃત્યુ જ અલગ કરી શકશે. જ્યારે પતિ ઘરે પાછો ફર્યો, ત્યારે તે પત્ની માટે હાથમાં કલગી અને હોંઠ પર સ્મિત માટે ઘરે પહોંચ્યો. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્નીનું અવસાન થયું હતું. પત્નીને ઘણા દિવસોથી કેન્સર થયું હતું. પરંતુ પતિએ આ વાત પર ધ્યાન આપ્યું ન હતું. પત્નીના મૃત્યુ પછી પતિએ ઘણો વિચાર કર્યા બાદ પતિને સમજાયું કે તે ખુબ પ્રેમ કરતી પત્નીએ આવું કેમ કર્યું. પત્ની ઇચ્છતી હતી કે તેમના પુત્રને લાગે કે તેમના પિતા સારા માણસ છે.. અને જયારે એ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે તેની નજરમાં પિતા પ્રત્યેનું માન ઘટે નહિ અને બીજી સ્ત્રી પ્રત્યે ધ્રુણા ના થાય.

 આપણને શીખ મળે છે કે પતિ અને પત્નીનો સંબંધ ક્યારેય તૂટવા વાળો હોતો નથી. જીવનમાં મુશ્કેલીઓ ગમે તે હોય, ભલે કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો પડે. પરંતુ પતિ-પત્ની એકબીજાનો સાથ ક્યારેય છોડતા નથી. જો પતિ-પત્નીના સંબંધ તૂટવાનો હોય તો, તે ક્ષણો યાદ રાખવી જોઈએ જ્યારે તમે તમારા પ્રેમને અનુભવ્યો હોય. આમ કરવાથી સંબંધોમાં તિરાડ ઓછી થવા લાગે છે. 
માટે હંમેશા એક બીજાને પ્રેમ કરો.. 
હંમેશા પરસ્પર પ્રેમની અનુભૂતિ કરાવતા રહો….