Translate

11 April 2020

સ્ત્રી મહાન છે પરંતુ કેવી સ્ત્રી મહાન છે


સ્ત્રીને બદલે મહીલા અથવા નારી જેવા શબ્દનો પ્રયોગ કર્યા હોત તો સારૂ હતું, એવો સવાલ મનમાં ન લાવવો, મહીલા અને નારીથી પણ વધુ ઉપમા અને ઉષ્માવાળો શબ્દ સ્ત્રી છે. અને જે સ્ત્રી છે એ મહાન છે પરંતુ કેવી સ્ત્રી મહાન છે? પુરૂષલિંગ અને સ્ત્રીલિંગનો ભેદ માતાના ઉદરમાં પ્રાપ્ત કરીને જન્મ ધારણ કરતી પુત્રી એ સ્ત્રીતત્વની પહેલી ઓળખ છે, કોઈની બહેન બને એ સ્ત્રીતત્વની બીજી ઓળખ છે, કોઈની પત્ની એ સ્ત્રીતત્વની ત્રીજી ઓળખ છે. આ ત્રણ ઓળખ એ સ્ત્રીની મુખ્ય અને ફરજીયાત ઓળખ છે. સ્ત્રી એ અપમાનજનક શબ્દ નથી, દુનિયાના તમામ જ્ઞાનીઓ જાણે છે. સ્ત્રી મહાન છે. પરંતુ માત્ર સ્ત્રી હોવાથી સ્ત્રી મહાન નથી એટલે કેવી સ્ત્રી મહાન છે એ આ લેખ છે. સ્ત્રી એના જીવનમાં પુત્રી સંબોધનના પહેલા બિરુદથી પોતાની જીવનયાત્રાનો પ્રારંભ કરે છે, અને સમગ્ર જીવનમાં સ્ત્રી એક બહેન, એક પત્ની, એક માતા, સહીત ભાભી, નણંદ, કાકી, મામી, દાદી, સાસુ જેવા અનેક સબંધોથી આગળની જીવનયાત્રા કરે છે, આ બધા જ સંબોધનમાં સ્ત્રી કેટલું પણ સર્વોચ્ય કામ કે કર્મ કરે તે કદાચ મહાન નથી બની શકતી પરંતુ જે સ્ત્રી ઉત્તમ પત્નીત્વ નિભાવે છે એ સ્ત્રી નિશ્ચિત મહાન પદની હક્કદાર છે. જેમ કે માતા દ્રૌપદી પાંચ પતિઓની પત્ની હોવા છતાં એમણે પુત્રી, માતા અને સૌખ્યથી વધુ કર્મઠતા પત્નીત્વને બનાવી, ઉદાહરણ લઈએ તો એ રાજા દ્રુપદના પુત્રી હોવા છતાં એમણે પત્નીધર્મ નિભાવવા વનવાસ જેવા કઠોર સમયમાં પણ પિતાને બદલે પતિ સાથે કષ્ટ ઉઠાવવાને પ્રાધાન્ય આપ્યું. એને પાંચ પતિ હોવા છતાં એમણે પાંચેય પતિઓના મહત્વને સંતુલિત રાખ્યું, અને મહારાજ યુધિષ્ઠિર સિવાય બાકીના ચારેય પતિઓને દ્વિભાર્યા (બીજીપત્ની) હોવા છતાં એ ચારેય પત્ની ઓને સૌખ્ય તરીકે પણ સ્વીકાર કરી બતાવ્યો, માતા સીતા પણ પત્નીત્વ નીભાવવાથી જ મહાનતા હાસિલ કરી શક્યા, સ્ત્રી બાકીના બીજા બધા બિરુદ ઉતમ રીતે નિભાવે પરંતુ પત્ની તરીકેના બિરુદને અન્યાય કરે તો એ મહાનતા હાસિલ ન જ કરી શકે, સ્ત્રી પુત્રી તરીકે જન્મે એટલે માતા પિતા એનો સ્વીકાર કરે છે, એ પુત્રીનું કન્યાદાન કરે એટલે એનો ત્યાગ થયો અને પતિ તરીકેના પુરુષ દ્વારા એનો સહર્ષ સ્વીકાર થયો, આથી સ્ત્રીએ સ્ત્રી ધર્મ બજાવવો હોય તો અવિવાહિત હોય ત્યાં સુધી પિતાની અવજ્ઞા ન કરવી જોઈએ અને વિવાહ બાદ પતિની અવજ્ઞા ન કરવી એ ધર્મ સ્ત્રીને મહાન બનાવી શકે, પિતાની સહુલીયત કરતા પણ વધુ સહુલીયત સ્ત્રીને પતિમાં હોય છે. સ્ત્રી એટલે પુરુષની દાસી કે સ્ત્રી એટલે ત્યજ્ય નથી પરંતુ પતિવ્રતા સ્ત્રી સિવાયની સ્ત્રીઓ ક્યારેય મહાન હોતી નથી. સ્ત્રીને બીજા ધર્મ નિભાવવાની મનાઈ પણ નથી પરંતુ અવિવાહિત સ્ત્રી કે પતિની અવજ્ઞા કરતી સ્ત્રી મહાન નથી. ઈશ્વર એની કરૂણા આપવામાં બધે પહોચી ન શકે એટલે એમણે સ્ત્રીનું સુર્જન કર્યું છે અને એક મહાન સ્ત્રી ઈશ્વરનું પણ સુર્જન કરી શકે છે. માતૃદેવો ભવ:, પુત્રીદેવો ભવ: પરંતુ ઉત્તમ છે ભાર્યા (પત્ની) દેવો ભવ: પુરૂષો એ સ્ત્રીને જો કઈ આપવું હોય તો એ માત્રને માત્ર સન્માન આપી શકે છે,

              
યાદ રહે મહાકાલ શિવ પણ અર્ધનારીશ્વર છે, પુરૂષનું ડાબી બાજુનું અંગ જ સ્ત્રીતત્વ છે એટલે જ પુરૂષ લાગણીઓને કદાચ સમજી શકે છે, ડાબુ અંગ જે પુરૂષને નથી તે પુરૂષ લાગણી વગરના છે. ગાંધીજી મહાન એટલે નથી બની શક્યા કે એના માતાશ્રી મહાન હતા, ગાંધીજી એટલે મહાન બની શક્યા કે એના અર્ધાંગીની મહાન સ્ત્રી કસ્તુરબા હતા. જેટલા પણ મહાન પુરૂષોનો ઈતિહાસ તપાસશો તો અંદાજ આવશે એના જીવનમાં એનું અર્ધું અંગ મહાન સ્ત્રી હતું. નમોસ્તુતે નાર્યમ, નમોસ્તુતે નારાયણમ, અહો નમોસ્તુતે, વિશેષ: નમઃસ્તુભ્યમ ભાર્યમ, માતા વંદનીય છે, નારી અને નારાયણ પણ વંદનીય છે પરંતુ પત્ની વંદનીય અને પૂજનીય છે. જે લોકોને એમ લાગે કે પોતાનો તાલમેલ લોકો સાથે ઠીકથી નથી થતો એ લોકો એની પત્નીને વંદન કરવાનું ચાલુ કરી શકે તો એના તાલમેલને ભગવાન પણ વીખી નથી શકતા ઉદાહરણ જોઈએ તો અર્વાચીનકાળમાં જલંધર રાક્ષસના પત્ની વૃંદા અને આધુનીક કાળમાં એ વૃંદા તુલસી તરીકે ઓળખાય છે અને તુલસીથી વધુ મહાનતા કોઈ પણ પતિવ્રતા સ્ત્રી આજ સુધી પાર કરી નથી શકતી, એક સત્ય લોકવાયકા અહી ઉમેરૂ છું, કોઈ પણ માણસ એમની પત્નીનો કેટલો આદર કરે છે એ જોવાનો આ ઉતમ પ્રયોગ છે,  એ માણસ પાસે તુલસીના પાંદ તોડાવવા, કેટલા આદરથી એ તુલસીના પાંદને તોડે છે ? એટલો આદર એ એની પત્નીનો કરતો હશે, ન એનાથી વધુ ન એનાથી જરાય ઓછો. પ્રયોગ કરી જોજો.