Translate

24 February 2020

જીવન સારૂ કે ખરાબ


માણસનું જીવન સારૂ છે કે ખરાબ

સવાલ એ કોઈને પૂછાતો નથી અને દરેક માણસ પોતાના સ્વાનુભવ બાદ જ આ અંગે કંઈ કહી શકે, પરંતું સવાલ એ જરૂર પૂછાય છે દરેક ને, કે માણસ પોતાના જીવનમાં કેટલો અનુભવ લેવા માંગે છે અથવા નથી લેવા માંગતો, જીવનને અનુભવવા માટે બે જ વિકલ્પો હોય છે, એક વિકલ્પ સહજ જીવન અને બીજો વિકલ્પ દુષ્કર જીવન, સહજ જીવન અંગે તો કશું કહેવા માંગતો જ નથી કેમકે જીવનના વિકલ્પો બે ભલે હોય પરંતુ પરીણામ બંનેમાં એક જ છે “અનુભવ” અથવા સ્વાનુભવ, દુષ્કર બાબત અંગે કહું તો આપણા ઇતિહાસમાં અસંખ્ય વેદ, ગ્રંથ અને પુસ્તકો તેમજ મહામાનવના જીવન ચારિત્ર્ય માણસ સામે ઉપલબ્ધ છે,


     પરંતુ શું આ વેદ, ગ્રંથ, પુસ્તકો કે કોઈના જીવન ચરિત્રને માણસે પોતાના જીવનમાં ક્યારેય આચર્યું છે, ખરું ? જો ના ? તો માફ કરજો, આવા માણસ જીવનનો સહજ વિકલ્પ પસંદ કરીને પણ જીવનમાં કષ્ટ અને તકલીફના પરીણામોમાં અનુભવ કે સ્વાનુભવ નહીં પરંતુ વૈતરું વેઠી રહ્યા હોય છે, જીવન સહજ છે જ નહીં તો સહજતાવાળા વિકલ્પને માણસ પસંદ શા માટે કરે છે ? આ પણ માણસ સ્વાનુભવ કરે ત્યારે જ સમજે છે, એટલે અત્રે એક કહેવતને યાદ કરવી ઘટે કે અનુભવ વિના જ્ઞાન ક્યારેય કોઈને લાધતું નથી. એટલે દુષ્કર જીવનના વિકલ્પને પસંદ કરનારા લોકોના સંઘર્ષને માણસ વાંચવા, જાણવા અને જોવા તો તૈયાર છે પણ અનુભવવા લગીરે તૈયાર હોતો નથી, તો જેના માટે માણસ તૈયાર જ નથી એ માણસ જીવનમાં વૈતરું તો કરી શકે પરંતુ અનુભવ કે સ્વાનુભવ ક્યારેય મેળવી ના શકે.  

જીવન એ આપણા શ્વાસોચ્છવાસની પ્રક્રીયાનું નામ નથી, માણસની આસપાસ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ત્રણેયકાળ મોજુદ હોય છે અને એની વચ્ચે એક દુર્બળ કે સશક્ત શરીરમાં ચાલતા શ્વાસ એ જીવનનું નામ છે, અને આવા જીવનના બંને વિકલ્પો જુદા જુદા હોવા છતાં, બંનેના પરીણામ એક છે. તો સહજ જીવન અને દુષ્કર જીવન આવા વિકલ્પો બે જુદા જુદા ભલે હોતા પરંતુ બંને વિકલ્પોમાં પરીણામ તો એક જ છે. ત્યારે સહજ જીવનના વિકલ્પને પસંદ કરો એટલે પૃથ્વીના આ ગોળા ઉપર માણસની આવરદાનું માણસના પોતાના હાથે સમાપન, સહજ જીવન છે જ નહીં ત્રણેય કાળમાં આ વાત વેદ પણ કહે છે, ગ્રંથો પણ કહે છે અને પુસ્તકો પણ કહે છે તથા મહામાનવના જીવન ચરિત્ર પણ આ જ વાત પોતાના અનુભવ સાથે પુસ્તકોમાં કહે છે, તો હસતા હસતા દુષ્કર વાતાવરણને સહજ બનાવવું એ જીવન છે, આવા જીવનમાં વૈતરાં કરવાને બદલે અનુભવ લેવો એ આગળના સવાલનો જવાબ છે.