Pages

01 May 2020

મિડલ કલાસ કે bottom middle class.


ડાયરીમાં બે કલાકથી આવક જાવકને મેળવવા હું નિરર્થક પ્રયત્ન કરતો હતો...
અગરબત્તી અને શ્રીફળના Rs150, દૂધ દર મહિને Rs 3000, ઘરનો હપ્તો Rs 7000, વીજળીબિલ Rs 1500, LPG ગેસ Rs 700, ઘર ચલાવવા મહિને કરિયાણું Rs 5000 (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે), બાળકોની ફી અને સ્કૂલવાહન મહિને Rs 3000 તેનો ભણતર ખર્ચ મહિને Rs 1000 (ટ્યૂશન, ચોપડી પેન્સીલ વગેરે), ફ્લેટનું મેન્ટનેને Rs 700, TV કેબલ કનેક્શન Rs 400, શાકભાજી Rs 1200, અખબાર Rs 150, ઘરકામ (ફક્ત વાસણ) Rs 700, પેટ્રોલ ઘરેથી ઓફીસ, ઑફિસે થી ઘરે મહિને Rs 3000, ટોટલ Rs 27500, પગાર Rs. 20/30/40 હજાર, Balance લગભગ 0.

ક્યારના શુ લખો છો, ડાયરીની અંદર...? અચાનક પત્ની બાજુમાં આવી બેસી ગઈ.... મેં ડાયરી ઊંઘી કરી ચશ્મા અને કેલ્ક્યુલેટર બાજુ ઉપર મુક્યા... અરે ગાંડી... કહી નહીં....મેં વાત બદલવા પ્રયત્ન કર્યો, તમે ખોટું બોલો છો....લાવો ડાયરી...કહી પત્નીએ.. મારી ડાયરી ઉઠાવી લીધી....અમારા બન્નેના ચશ્માના નંબર સરખા હોવાથી...તેણે મારા ચશ્મા પહેરી લીધા.. જાણે દેશના નાણામંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ..એ મારી ડાયરીનું નિરીક્ષણ કરવા લાગી, જેમ જેમ ડાયરીમાં લખેલ હિસાબ તે વાંચતી જતી હતી, તેમ પત્નીના ચેહરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિતા આવતી જતી હતી, એ... ધીરેથી બોલી... આમા હજુ મેડિકલેમનો હપ્તો ? વાર્ષિક 15000, કોર્પોરેશનનું વાર્ષિક ટેક્ષબિલ 3000, આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર તો ક્યાંય દેખાતા જ નથી...? પત્નીને ખબર હતી કે હું ચિંતામાં હતો..!! તેણે વાતને હળવી બનાવવા માટે કીધુ, તમારા મસાલાનો ખર્ચ તો લખવાનો રહી ગયો કે શું ? મેં કીધું ડાર્લીંગ મસાલા છોડે એક મહિનો થઈ ગયો...

મતલબ તમારૂ બજેટ ખાધવાળું છે, આવક કરતા જાવક વધી રહી છે....પત્ની બોલી!! ડાર્લીંગ એ જ ચિંતામાં હું છું, નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ, આપણે bottom middle class છીએ, હું તને બચત કરવાનું, પણ શું કહું? બધી જીવન માટે જરૂરી વસ્તુ અને સર્વિસ છે.. ક્યાં કાપ મુકવો...તું જ બતાવ .? પત્ની બોલી.. ચિંતા ન કરો... વાસણ હવેથી હું જાતે સાફ કરીશ, Rs 700x12 Rs 8400, TV ચેનલ કઢાવી નાખો આમે છોકરા ભણતા નથી 400x12 Rs 4800 ટોટલ Rs 13200 બચી જશે, તે રકમ આપણા મેડિકલેમ માટે કામ આવશે, મેં પત્નીના માથે હાથ ફેરવી કીધુ, ડાર્લીંગ..જેની પત્ની સમજદાર...અને પ્રેમાળ હોય, તે જીંદગીની અડધી લડાઈ તો હસ્તા હસ્તા જીતી લે...છે....I love you!!

ફકત ફેસબુક કે વોટ્સએપ ઉપર વાણીવિલાસથી જીંદગીની સફર ચાલતી નથી, લગ્નના ચારફેરા વખતે એકબીજાનો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થતિમાં ન છૂટે, તેને જ તો સફળ દામ્પત્યજીવન કહેવાય..

ડાર્લીંગ આપણે વર્ષમાં એક વખત તારા જન્મદિવસે ફક્ત પિક્ચર જોવા જઈએ છીયે, એ પણ બે વર્ષથી ગયા નથી છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર કર્યો નથી, ડાર્લીંગ આવી સ્થતિમાં ઘરમા TV એક જ તો સસ્તું મનોરંજનનું સાધન છે, તે તું બંધ કરવાની વાત કરે છે,? સમય તારો કેમ જાય, TV જોવા પાછળ સમય બગાડવા કરતાં, હું પણ બે ત્રણ આર્થિક પ્રવૃત્તિ જેવી કે સીવણકામ અને ટ્યૂશન કરી તમને મદદરૂપ કેમ ન થાવ? પત્ની ઢીલી હતી પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી.... મેં કીધું ડાર્લીંગ ચિંતા ન કર....હજુ તકલીફ ગળા સુધી આવી નથી, એ નાક સુધી આવે તે પેહલા હું એક મોટો નિર્ણય લઈશ... કયો....? પત્નીએ ડાયરી બાજુ ઉપર મૂકી ચશ્મા કાઢ્યા...

મેં કીધું આપણા લગ્ન વખતે, મારી ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી..દુનિયાને બતાવી દેવું હતું કે "હમ કિસીસે કમ નહીં" એવી મારી વાતો અને વહેમ હતો, પપ્પા એ મને વાસ્તવિકતા સમજાવી રૂપિયાનું મહત્વ સમજાવ્યું અને એ વખતે પપ્પાએ મારી બચત અને તેમની બચત ભેગી કરી, એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો અને કીધુ હતું, જયારે જીંદગીમાં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે, 15 વર્ષમાં આ પ્લોટ શહેરની મધ્યમાં આવી ગયો છે, લગભગ આ પ્લોટ ના આજે 75 લાખ રૂપિયા આવે તેમ છે....

પત્ની એ મારા પપ્પાના દીવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ, બોલી..વાહ....પપ્પા...વડીલોની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો... આપણે કોઈ પાસે હાથ લાંબા કરવાનો વખત ન આવે, સ્વમાનની જીંદગી જીવવા...માટે સંતોષ, ધૈર્ય જરૂરી છે. ઘણી વખત તકલીફ આવતી નથી.. આપણે તેને આમંત્રિત કરતા હોય છે અને એ માટે ફક્ત આપણે જ જવાબદાર હોઈએ છીયે... મિત્રો, આજે દેખાદેખીમા આપણે આપણી જીવનશૈલી બદલી નાખી છે, આનંદ તો જાણે બેન્કના હપ્તા ભરવામા ખોવાઈ ગયો, બિનજરૂરી લોન લીધા પછી....તેના હપ્તા કાંટાની જેમ ખૂંચવા લાગ્યા...એક વખત ખોટી લાઈફ સ્ટાઇલ સ્વીકાર્યા પછી વાસ્તવિકતા આપણે ક્યારેય સ્વીકારી શકતા નથી....પરિણામ સ્વરૂપ... અસંતોષ... અપેક્ષા અને અશાંતિને આપણે આમંત્રિત કરીયે છીયે... મધ્યમ વર્ગના ઘરે ઘરે


માટે આજે જ નિર્ણય લ્યો....જેવો છું, તેવો તમારી સામે હું ઉભો છું, મને સ્વીકારવો કે ન સ્વીકરવો એ તમારી માનસીકતા ઉપર આધાર છે, મારો કોઈ આગ્રહ નથી, હું મારી વ્યક્તિગત જીંદગીમાં ખુશ છું...તમારે ખુશ રેહવું હોય તો મારા દિલ અને ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે, તમને મારી સાથે સબંધ રાખવામાં શરમ સંકોચનો અનુભવ થતો હોય તો *જય શ્રીકૃષ્ણ* કહી સબંધ તોડતા વાર ન લગાડો, આવી વ્યક્તિઓને કારણે ઘણી વખત આપણી વ્યક્તિગત જીંદગીમાં તોફાન આવી જાય છે...