Pages

27 April 2020

માણસનું જીવન ક્યારે કેવો વળાંક ધારી લે એ નક્કી હોતું નથી

લગ્ન જ નહિ દરેક સબંધના મૂળમાં વિશ્વાસ અને વ્યવહાર જરૂરી હોય છે

માણસનું જીવન ક્યારે કેવો વળાંક ધારી લે એ નક્કી હોતું નથી, એક નાનકડી ગેરસમજ જેને જો ક્યારેય સ્પષ્ટતાથી ચર્ચવામાં ન આવે તો એની ફળશ્રુતિ ગેરસમજણ પાળનાર ને જિદ્દી, અહમી અથવા ઘમંડી બનાવી દેતી હોય છે, જીવનમાં કોઈ પણ સબંધ એના વિશ્વાસની એક ડોરી ઉપર નભતો અને ચાલતો હોય છે તથા વિશ્વાસની અડગતા, વ્યવહાર ઉપર નિર્ભર કરતી હોય છે. અને વ્યવહાર એટલે વર્તન, કોઈ મોટા મનોચિકિત્સકનું આ તારણ છે કે જો માણસનું વર્તન અલ્લડ, જીદી કે ઘમંડી હોય તો એની અંદર ભરપૂર માત્રામાં પ્રેમ હોવા છતાં એનો પ્રેમ વિશ્વાસનો મુકામ હાંશીલ કરી શકતો હોતો નથી અને આવો પ્રેમ માત્ર વ્યવહારને કારણે નફરતમાં પલટાઈ જતા પણ અચકાતો નથી, 

આગાઉ સંયુક્ત કુટુંબમાં માણસો નિર્વાહ કરી શકતા એની પાછળ આધાર જ વિશ્વાસ હોય છે અને પ્રવર્તમાન સમયમાં વિભક્તતા એ સંયુક્તતાની દીવાલ તોડી નાખી છે, અભાવ માણસના પ્રેમને નફરતમાં પલટાવી દે છે. અનેકો ઉદાહરણ છે તેમ છતાં એકાદ બે ઉદાહરણ પ્રસ્તુત કરું તો કોઈ ધનીક પિતાની સંપત્તિના વારસદાર વધુ હોય અને તેવા પિતા એના વારસદારો વચ્ચે વિશ્વાસનો સેતુ નિર્માણ ન કરી શકે તો પરિસ્થિતિ વિકટ બની જાય, કેટલાય સેલીબ્રીટી આના ઉદાહરણ છે તો પણ એક જાણીતી જગવિખ્યાત સેલીબ્રીટી પરીવારનું ઉદાહરણ માનનીય શ્રી ધીરુભાઈ અંબાણી જેમના નિધન પછી એના બંને પુત્રો વચ્ચે એક ખાઈ ઉભી થયેલી.

આવા જ ઉદાહરણની બદોલત એકબીજાને પ્રેમ કરતા અનેક લોકો અચાનક એકબીજાને એટલી જ નફરત કરવા લાગે છે. તેના મૂળમાં વિશ્વાસની જગ્યા એક ગેરસમજ લઈ લે છે. આ કારણે જ આજના સમયમાં વિવાહ જેવી વ્યવસ્થા હોંશે હોંશે લાખો રૂપિયા ખર્ચીને સાકાર તો થતી હોય છે અને વિશ્વાસની ઉણપ, ગેરસમજ અને ગેરસમજને સ્પષ્ટતા ન થવાથી કોઈ એક પાત્રની અંદર  જીદ, અહં અને અહંકાર જન્મ લઈ લે છે અને એ લગ્ન જીવન સમુચુ તૂટી જાય છે. આવી નફરત ક્યારેક ક્યારેક એકબીજાને ફના કે બરબાદ કરવાના કામે પણ લાગી જતી હોય છે. માણસ જ નહીં નાના કે મોટા પશુપંખી સહુને એની આઝાદી પ્રિય હોય છે, પશુ અને પંખી કે અન્ય જીવમાં એટલે જ લગ્ન વ્યવસ્થા નથી, આ સૌભાગ્ય માત્ર માનવ સમાજ ને જ મળ્યું છે, ત્યારે આઝાદીના ઓઠા હેઠળ ગેરસમજ કરી લેવી અને એવી ગેરસમજ કેવા વરવા રૂપ ધારણ કરી લેતી હોય તે જાણવા તો એવી ઘટનાઓ સામે આવે ત્યારે જ માણસ જાણતો કે શીખતો હોય છે. ઘણા સંજોગોમાં કેટલાક બાળકો પણ આવા જીદ્દી કે અહંકારી હોય છે. તેવા બાળકોનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે કે આવા બાળક અને તેની માતા અથવા પિતા પૈકી કોઈ એકની વચ્ચે વિશ્વાસની એક મોટી ખાઈ પડી ગઈ હોય છે. 

કદાચ વ્યવહાર વર્તનને નિયંત્રિત કરવા માટે જ ગાઇડલાઈન કે કાયદા નિયમોને ઘડવામાં આવતા હશે, ત્યારે શા માટે માનવ સમાજમાં વિવાહ વ્યવસ્થા આવી અને આજે આ વ્યવસ્થા કેમ તકલાદી બની ગઈ તે સાર આ લેખમાં છે. કેટલાય માતા પિતાના બાળકો જીદ્દી અને અલ્લડ પહેલાથી જ હોય છે અને તેની પાછળનું કારણ પણ વિશ્વાસની ખાઈ જ હોય છે. ત્યારે મોટા ભાગે આજની યુવા પેઢીનું વૈવાહિક જીવન ફોક થવાના કારણોમાં બચપણથી આ કારણ જવાબદાર હોય છે. અને બીજું કારણ હોય છે વિશ્વાસનો પુરતો અભાવ. લગ્ન અને વિવાહ એ પ્રાચીન યુગમાં વિશ્વાસના આધારે જ સંપાદિત થયેલી વ્યવસ્થા હતી, જયારે આજે એનું પ્રમાણ દિવસો દિવસ કથળતું જાય છે, આ એક ચિંતાજનક વિષય છે પરંતુ એને ચિંતા કરવા લાયક અત્યારે એટલે ગણવામાં આવતો નહિ હોય કેમકે આ વિષયને જૂની પેઢીના સફળ લગ્નજીવનના માર્ક્સ મળી જાય છે. જયારે આ માર્ક્સ નવી પેઢી નહિ મેળવી શકે ત્યારે આવનારી પેઢી માટે એ મોટામાં મોટો ચિંતાજનક વિષય હશે. અને ત્યારની પેઢીને આ લેખ કદાચ ઉપયોગી નીવડે તેથી એને આવનારા તોફાન પહેલા એક સૂચક ચેતવણી માટે લખવાનું મને યોગ્ય લાગે છે. 

વિવાહ તો એક ખાસ સબંધ છે અને જુના જમાનામાં એમ કહેવાતું કે જોડી તો સ્વર્ગમાંથી બનીને આવે છે ધરતી ઉપર તો જોડાણ થાય છે એ સિવાય કોઈ પણ સબંધ હોય તેને વિશ્વાસની હુંફ અતિ જરૂરી હોય છે અને વિશ્વાસ ખંડિત થાય કેમ ? એ જો જાણીએ તો એવા વિશ્વાસ વચ્ચે એક ગેરસમજ ઉભી થઇ ગઈ હોય છે. આવી ગેરસમજ જો સમયસર સુલ્ટે નહિ તો એની અસર સબંધ ઉપર પડે છે. તેથી વિવાહ જ નહિ કોઈ પણ સબંધ નિખાલસ લોકો સિવાય સંપાદિત કરવો જોઈએ નહિ. કેમકે નિખાલસતા એ એક જ ઔષધી છે જે ગમે તેવી ગેરસમજને ઓગાળી નાંખે છે. લગભગ માણસમાં એક મોટો અવગુણ પણ હોય છે કે પોતે ધારણા બાંધી લેતો હોય છે આટલું જ નહિ આવી ધારણા એ પોતાને અનુકુળ હોય તેવી ધારી લેતો હોય છે. માત્ર લગ્ન જ નહિ પરંતુ દરેક સબંધમાં વિશ્વાસને ટકાવી માટે રાખવા ધારણાઓ ધારી લેવી ન જોઈએ. ધારવા કરતા તો પૂછી લેવું અતિ યોગ્ય છે કેમકે પૂછવા જતા એ સામેનાને ગમશે કે નહિ ગમે એટલું જ આ સિવાય તેમાં કોઈ ખતરો નથી પરંતુ ધારણા બાંધી લેવામાં પોતાને અને સામેવાળા બંનેને ખતરો પેદા થઇ જતો હોય છે. પોતે ધારી લીધું હોય છે એટલે અને સામેવાળો એ ધારણાથી અજાણ્યો હોય છે એટલે.

અંતમાં સંબંધો સંપાદિત કરતી વખતે અન્ય કોઈ પરિમાણ નહિ જુઓ તો ચાલશે પરંતુ સંબંધો માત્ર નિખાલસ લોકો સાથે જ સંપાદિત કરવા અને જો તેમ કરી ન શકાયું તો વ્યવહાર સબંધને અનુકુળ જ રાખવા, આવા લગ્નજીવનો ક્યારેય નથી તૂટતા. ન એને કોઈ તોડી શકે.