Pages

07 May 2020

લગ્ન બહારના સંબંધો યોગ્ય કે અયોગ્ય

લગ્નબાહ્ય સંબંધ 


અત્યારે આવો સંબંધ ૭૫% લોકો જીવી રહ્યા છે એમ કહું તો ખોટું નથી, મોટાભાગે કોઈ બનાવની આપણને કારણ ખબર હોય છે પણ પરિણામની નહિ, આવા કિસ્સામાં પરિણામ સૌ કોઈ જાણે છે પણ સચોટ કારણ કદાચ કોઈ જાણતું હોતું નથી. લગ્નબાહય સંબંધ સારા છે કે ખરાબસાચું કે ખોટું, એના પરિણામો કે એ વિશે વાત નહિ કરતાં મારે માત્ર કારણની ચર્ચા કરવી છે. મોટાભાગના લોકો કહે છે કે ખામીયુક્ત લગ્નવ્યવસ્થા આના માટે કારણભૂત છે, આ બાબતે કેટલીક વાતો જુદા જુદા લેખમાંથી સંગ્રહ કરીને અહી કહેવા માંગુ છું, ચર્ચા માત્ર લગ્નબાહ્ય 'પ્રેમસંબંધ' ની છે એ સિવાયના સંબંધની નહિ.


# પહેલાંના સમયમાં જ્યારે કન્યા અને મુરતિયો એકબીજાને જોયા વગર પરણી જતા ત્યારે લગ્નેતર સંબંધો આટલા ન હતા એવું મને લાગે છે.


# લગ્નવ્યવસ્થા મુજબ વડીલો નક્કી કરે એ પાત્ર સ્વીકારવાનું રહે એવું હોય પણ આજકાલ ટ્રેન્ડ બદલાયો છે પ્રેમલગ્નોને સ્વીકૃતિ મળતી થઈ છે અને લગ્નબાહ્ય સંબંધ પ્રેમલગ્ન કરેલા હોય એવા પાત્રોના પણ હોય છે.



મને આ સવાલ ઘણીવાર મૂંઝવે છે કે એવું શું છે કે લગ્નબાહ્ય સંબંધોનું અસ્તિત્વ જન્મ્યું? જો કે આ સંબંધ આજકાલના અસ્તિત્વમાં નથી આવ્યા એ આપણે સૌ જાણીએ છીએ. ધર્મગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે જ એ વાત જુદી છે કે આપણને સવાલો જન્મ્યા નથી અને કોઈ એનું સાક્ષી નથી પણ આવા સંબંધોના અવશેષો પૌરાણિક કાળમાં પણ હતા ખરા. કિસ્મતમાં લખાયેલા જીવનસાથી તરફથી સંબંધો માં કંઈક ઘટતું હોવાની પૂર્તિ રૂપે આવો સંબંધ અસ્તિત્વમાં આવે છે એવું મારુ સ્પષ્ટ માનવું છે. અખબારમાં વાંચનવિશેષ માટેની પૂર્તિ કે પ્રશ્નપત્રમાં લેવામાં આવતી સપ્લીમેન્ટ્રી જેવો આ સંબંધ છે. આ ઘટના સાથે એક કિસ્સો મુકવો છે. એક મિત્રએ એકવાર સવાલ કરેલો કે કારકિર્દી અને પ્રેમ આ બે માંથી એક વસ્તુ પસંદ કરવાની થાય તો શું પસંદ કરવું જોઈએ?? મેં એમને કહ્યું કે કારકિર્દી પસંદ કરાય મારા મત મુજબ, એમની વ્યથા બહુ સચોટ હતી કે કારકિર્દી ઘડ્યા પછી સપનાઓ પુરા થાય અને એક મકામ હાંસલ થાય ત્યારે એવો વિચાર આવે છે કે આ બધું કોના માટે? શેના માટે? જીવનમાં જે પ્રેમ હતો એ તો પાછળ છૂટી ગયો. એમણે મને એક વાત એ પણ કહેલી કે હું સફળતાની ટોચે પહોંચી જઈશ પછી મારો પ્રેમ મેળવીશ અને એટલે જ હું ઉત્સાહભેર આટલી મહેનત કરું છું. ને ત્યારે મેં કહેલું કે એ જગ્યા પર પહોંચ્યા પછી સમજાશે કે જે મેળવવા આ કર્યું એનું હવે એટલું મહત્વ નથી રહ્યું. ને કદાચ પ્રેમ મળ્યો હોત તો પણ કેરિયર ન બનાવી શક્યાનો વસવસો આખી જિંદગી રહી જાત ને એ પ્રેમ પાછો કેટલો સમય રહેત એનું તો કઈ નક્કી જ નથી.



પહેલાના સમયમાં પ્રેમલગ્ન કદાચ આકર્ષણ કે કોઈ મજબૂરીનું કારણ હોય યા કહો કે કાચી બુદ્ધિનું પરિણામ. એ લગ્નોમાં પણ એક અવસ્થાએ પ્રેમનું બાષ્પીભવન થઈ જાય છે અને પછી એકબીજા તરફથી ઉણપની એક લાંબી યાદી બને છે જેના પરિણામે લગ્નેતર સંબંધોનો જન્મ થાય છે, માન, સન્માનહૂંફસંભાળ, 'મને સાંભળે અને સમજે', વૈચારિક લેવલ મેચ, આવી બધી પાયાની જરૂરિયાતો પણ મેચ ન થતી જણાય એટલે આવી જરૂરિયાતો નીકળી પડે એની જરૂરિયાતનું પાત્ર શોધવા, આવું હું માનું છું. હા, એ વાત અલગ છે કે આવા સંબંધો જોખમી, લગ્નવ્યવસ્થાને ખોરવનારા અને સરવાળે માનસિક યાતનાઓ આપનારા જ સાબિત થાય છે કેમ કે એક લેવલે પહોંચ્યા પછી એવું બને કે જ્યાં હોઈએ ત્યાં જીવાતું નથી ને જ્યાં જીવવું છે ત્યાં જવાતું નથી. ઘણા લોકો કહે છે કે બુદ્ધિ અને સમજણ પૂર્વક જીવીએ તો આવા સંબંધ જિંદગીનો શ્વાસ બની રહે છે પરંતુ બુદ્ધિ અને સમજણ જો લાગણીઓમાં કે અભાવો દરમ્યાન વાપરી શકાતા હોત તો સમસ્યા જ ન હોત. એક તબક્કો એવો પણ આવે કે... જીવનસાથીની જગ્યાએ કોઈ અન્ય પાત્ર કે જેને ચાહતા હોઈએ એ હોત તો જીવન કંઈક અલગ જ હોત એવા વિચારો હાવી થાય, મારી એક મિત્ર સાથે મારે અનેકવાર એ વાતની ચર્ચા થઈ છે કે અનુભવે જીવનનું એક સત્ય બખૂબી સમજાયું છે કે આપણી કિસ્મતમાં(arrange કે love)લગ્ન રૂપે જે જીવન સાથી આવ્યું હોય એ જ આપણાં માટે પરફેક્ટ છે.



લગ્નવ્યવસ્થાની ખામી કરતાં પણ વધુ મને લાગે છે કે અપરિપક્વતા મુખ્ય ભાગ ભજવે છે. જો કે હવે આવા સંબંધોના જન્મવાની શક્યતાઓ ઓછી છે કેમ કે આજકાલના બાળકોએ જાતે જ એની લગ્ન વયમર્યાદા થોડી વધુ કરી નાખી છે એટલે સમજણ પૂરેપૂરી ખીલેલી હોય છે એને શું,કેવુંકેટલું અને ક્યાં રૂપમાં જોઈએ છે એ બાબતે એ સ્પષ્ટ હોય છે. મારું અનુભવી તારણ એક  એવું પણ છે કે આજકાલ જે છૂટાછેડાના પ્રમાણ વધી રહ્યા છે એનું કારણ એ છે કે કોઈ પણ જાતના સમાધાન કરીને કોઈ પક્ષ જીવવા નથી માગતો આપણે કહીએ છીએ કે સમાધાન તો કરવું જ પડે અને કરવું જ જોઈએ પણ ક્યાંક્યારેકેવું અને કેટલું એ તો એ જ નક્કી કરે. કેમ કે સમાજઆબરૂપરિવારએકલતા આ બધાની બીકે કરેલા સમાધાન પછી જ લગ્નેતર સંબંધોનો જન્મ થાય છે, વડીલોની સમજાવટ અને બીજા બધા પરિબળોનો વિચાર કરીને જીવનસાથી સાથે કરી લીધેલા સમાધાન બાહ્ય હોય છે, માનસિકવૈચારિક નહિ એટલે કોઈને ન કહી શકનાર પાત્ર અભાવોની પૂર્તિ શોધે છે. સમાધાન સાથે આખું જીવન નથી જીવી શકાતું હોતું એ પણ સત્ય છે.


હું લગ્ન વ્યવસ્થાની વિરુદ્ધમાં કે આવા સંબંધોની તરફેણમાં નથી કહેતો પણ લગ્નેતર સંબંધોના કારણો તપાસતા આ બધા પાસા મારી સામે આવ્યા છે, સ્ત્રી જ્યાં સુધી ઘરમાં રહેતી ત્યાં સુધી એને કોઈ અભાવો જ ન હતા કે એના વિશે સમજણ જ ન હતી. કેમ કે એની સામે સરખમણીના ઓપ્શન બહુ મર્યાદિત હતા. પરંતુ સમય બદલાતાં સ્ત્રી ઘર બહાર નીકળતી થઈ જોતીસમજતી થઈ અને અનાયાસે સરખામણી કરતી પણ થઈ, ને એ બધાના કારણે સ્ત્રીઓને એના અભાવો સમજાવા લાગ્યા એવી જ રીતે પુરુષોને પણ સાથીકર્મચારી સ્ત્રીઓ સાથે જીવનસાથીની સરખામણીનો મોકો મળ્યો... મેં પહેલા પણ કહ્યું અને ફરી એકવાર કે આવા સંબંધો આજકાલના નથી પણ આજકાલ એનું પ્રમાણ વધ્યું છે. લગ્નેતર સંબંધોના જોખમ અને એના લીધે કથળતી આપણી લગ્નવ્યવસ્થા વિશે મેં પહેલા લખ્યું છે અહીં માત્ર લગ્નેતર સંબંધોના કારણોની જ ચર્ચા કરવી છે. આખરે એક સત્ય....ભલે લગ્નબાહ્ય સંબંધમાં બંને પક્ષે ઘણી યાતનાઓ હોય પણ તે છતાં.... 
ज़िन्दगी प्यार की दो चार घड़ी होती हैचाहे थोड़ी भी हो ये उम्र बड़ी होती है।

વિચારભેદ હોઈ શકે પણ આ મારું સત્ય...મારા વિચારો...

મારા મતે સ્ત્રી હોય કે પુરુષ બંન્નેને પૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે અને જો પતિપત્ની બંનેમાંથી કોઈ એક પાત્ર આ પૂર્ણ જીવન જીવવામાં ઊણું ઉતરે તો સ્વાભાવિક છે કે એની પૂર્તિ રૂપે જેને જીવન સારી અને સંપૂર્ણ રીતે જીવવું છે એને ઉંમરના કોઈ પણ મુકામે એવુ યોગ્ય પાત્ર મળી જાય તો એવા પાત્ર સાથે એ જીવવાનું ઈચછશે અને એ સંપૂર્ણ યોગ્ય છે એમ મારૂ માનવું છે, પડ્યું પાનું નિભાવવું કે ઢસરડા કરે રાખવા માટે લગ્ન વ્યવસ્થા નથી સર્જાઈ. બંને પાત્રો એકબીજાને સમજી ન શકતા હોય.. મન ભરીને સાથે જીવી ન શકતા હોય કે વૈચારિક મતભેદ હોય તો પતિ હોય કે પત્ની એને યોગ્ય પાત્ર સાથે જીવન પસાર કરવાની છૂટછાટ મળવી જોઈએ. લગ્ન કરી નાખ્યા એનો મતલબ એવો તો નથી કે તમારુ પાત્ર વિકસવા ન માગતું હોય છતાં એના જેવું થઈ ને તમારે પણ જીવન વેડફી મારવું. પતિ પત્ની બંનેમાંથી કોઈ પાત્ર વૈચારિક રીતે પછાત હોય અથવા એને જીવનમાં વધુ કોઈ રસ ન હોય કે એને સાથે ચાલવું ન હોય તો બીજા પાત્રને લગ્નબાહ્ય સબંધો માટે થોડી છૂટછાટ આપવી જોઈએ કે જેથી યોગ્ય વ્યક્તિ યોગ્ય રીતે પોતાનું જીવન વિકસાવી શકે, માણી શકે. હા એટલું ખરું લગ્નબાહ્ય સબંધો બહુ જ વિચારીને સમજી ને યોગ્ય પાત્ર હોય તો જ બાંધવા જોઈએ અન્યથા નહી, પતિપત્ની સક્ષમ હોય એક બીજાને અનુકૂળ હોય.. વૈચારિક સમાનતા હોય એકબીજા સાથે આગળ વધવાની તમન્ના હોય તો લગ્નબાહ્ય સબંધ કરવો એ યોગ્ય નથી. પણ એક પાત્ર બોદુ હોય છતાં સમાજ અને ઈજ્જત આબરૂના નામે પોતાનું સમગ્ર જીવન પીડાદાયક બનાવી દેવું એ યોગ્ય નથી. ઘણીવાર એવુ બનતુ હોય કે તમારે યોગ્ય અને લાયક પાત્ર બહુ મોડુ તમારા જીવનમાં પ્રવેશ કરતુ હોય. એટલે સમજણ પૂર્વકના યોગ્ય પાત્ર સાથેના લગ્નબાહ્ય સબંધો કંઈ ગુનો ન ગણાવો જોઈએ અને સમજણ પૂર્વક એને અપનાવવા જોઈએ તો જ દંભી સમાજ રચનામાંથી બહાર નીકળી શકાશે નહી તો ૭૦/૭૫% ટકા તો આમેય લગ્નબાહ્ય સબંધો હોય જ છે સમાજ સ્વીકારે કે ન સ્વીકારે..

પડ્યુ પાનું નિભાવી લેવું કે ઢસરડા કરે જવા એના કરતા પતિપત્ની એ સમજણ કેળવી સાથે રહી જે તે પાત્રને મર્યાદામાં થોડી છૂટછાટો આપવી જોઈએ અથવા તો છૂટાછેડા લઈ લેવા જોઈએ.. જિંદગી વેડફી મારવા માટે નથી.. યોગ્ય જીવનસાથી અથવા મિત્ર થકી જીંદગી વધુ સુંદર બની શકતી હોય છે. લગ્ન બહારના એકસ્ટ્રા અફેર કે બોય ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સિવાયના અફેર.... આ સ્પેશની બાબતે, પ્રેકટીકલી જોઈએ તો એક્સ્ટ્રા અફેર કરવા પરમિશનની જરુર નથી એટલે એમાં સ્પેશનો મુદ્દો આવતો નથી, એક્સ્ટ્રા અફેર વ્યક્તિ સ્વતંત્ર અને પોતાના પાર્ટનરની જાણ બહાર જ કરે છે. અને હા માણસ એ માણસ છે મશીન નથી એટલે માણસ હોવાથી એમાં ઈમોશન તો હોવાના જ અને જેલેસી એ એમાંથી જ એક ગુણ છે. 

પોતાનું પાર્ટનર અન્ય જગ્યાએ અફેર કરે એ કોઇને ન ગમે, ગમે તેટલી સ્પેસ આપી હોય તોય જેલેશી તો થાય જ, અને એક્સ્ટ્રા અફેર કરવુ હોય તો આ એક્સ્ટ્રા અફેર બે રીતે શક્ય છે એક છે અસંતોષ જે કારણ વ્યાજબી લાગે છે. અને બીજુ એક કારણ છે. આદત.....અમૂકને બસ ક્યારેય સંતોષ જ ન થાય, એક જગ્યાએ જોડાયેલ હોય છતાં બીજે અફેર કરે, થોડા સમય પછી બીજી જગ્યાએ અફેર કરે, એમ વારેઘડીએ પાત્ર બદલવાની ટેવ હોય છે અને એક્સ્ટ્રા અફેરમાં આવા અસંતોષી જીવ વધારે જોવા મળે છે....... ગમે તેટલું લખીએ, સમજાવીએ, વાંચીએ, પણ આપણો માનવીય સ્વભાવ જેલેસી તો કરે જ એમાં કોઈ બે મત નથી, કોઈ આસાનીથી ભલે કહી દેતું કે મારો.પાર્ટનર બીજે અફેર કરે તો વાંધો નથી, એ ખાલી દેખાળો જ હોય છે બાકી અંદરથી આખો સળગતો હોય છે....થિયરી અને પ્રેકટીકલ બન્ને બહુ અલગ વસ્તુ છે.