Translate

13 April 2020

Break up.... છૂટાછેડાની અસર સમાજ ઘર અને પોતાના પર કેવી પડે છે.

BREAK UP થાય છે કેમ ?
આવા અસંતુલિત બ્રેકઅપથી સમાજને શું સમસ્યા ? 
લગ્ન વ્યવસ્થાને શું સમસ્યા ? 
આ સમજવા માટે દીવાદાંડી સમાન આ લેખ દરેક માતા પિતાએ એક શ્વાસે વાંચવો જોઈએ,

              BREAK UP  એટલે આમ તો આ ENGLISH શબ્દ છે જેનો ગુજરાતી અર્થ થાય છે છૂટુંપડવું, છુટ્ટા પડવું અથવા છૂટાછેડા પતિ/પત્ની અને પ્રેમી/પ્રેમિકાને કારણે આ BREAK UP શબ્દ પ્રેમાળ જોડા દ્વારા ખૂબ પ્રચલિત બન્યો... નિરાશ દંપતી કે વિચલિત જોડા વચ્ચે કોઈ અણબનાવ બને એ બ્રેકઅપ જેવી પરિસ્થિતિ પેદા કરે છે, લગ્ન દંપતી હોય કે પ્રેમીજોડું હોય !! મહજ બે વર્ષમાં તો આ વાક્ય બંને એક બીજાને બોલીને જુદા પડી જાય છે, વિવાહિત સ્ત્રીઓનું બ્રેકઅપ થાય એટલે એને માટે ત્યકતા અથવા ડિવોર્સી શબ્દનો પ્રયોગ થાય છે અને પ્રેમીજોડાઓ માટે "મારે હવે તેની સાથે કોઈ લેવાદેવા નથી" એ શબ્દનો પ્રયોગ થાય છે. 


BREAK UP થાય છે કેમ ? અને આવા અસંતુલિત બ્રેકઅપથી સમાજને શું સમસ્યા ? લગ્ન વ્યવસ્થાને શું સમસ્યા ? આ સમજવા માટે દીવાદાંડી સમાન આ લેખ દરેક માતા પિતાએ એક શ્વાસે વાંચવો જોઈએ, વિવાહિત દંપતીઓમાં મોટા ભાગે શંકા,  હં, આઝાદી અને ચાલચલગત બ્રેકઅપ માટેના મુખ્ય કારણો છે, જ્યારે અવિવાહિતો માટે ચાલચલગત બ્રેકઅપ વખતે મોટો ઇશ્યુ નથી, કારણ કે એ અવિવાહિત છે અને પ્રેમ એ સગાઈ કે લગ્ન નથી તેમ છતાં જો કોઈ આવું પ્રેમીજોડું વિવાહ સંપન્ન કરે ત્યારે એના બ્રેકઅપનું મુખ્ય કારણ પૂર્વમાં નજરઅંદાજ કરવામાં આવેલી ચાલચલગત જ જવાબદાર બને છે. પાછલા ત્રણચાર દાયકાથી યુવાનોમાં આઝાદી એટલે કે બંધનરહિત રહેવાનો ક્રેઝ ખુબ જ વ્યાપક બન્યો છે, વયસ્ક છોકરા છોકરીઓને આજકાલ માતાપિતાનું પણ બંધન લાગે છે, સમયની સાથે અપગ્રેડ થનારો આ ક્રેઝ માતા પિતાની સંમતિ વિના ભાગી જવાનો અથવા ઉપરવટ થઈને લગ્ન સંસ્કાર પુરા કરવામાં પણ પરીણમ્યો છે, આ પરિસ્થિતિએ માનવસમાજમાં અને એની લગ્ન વ્યવસ્થામાં એક ડર પેદા કરી દીધો છે, આ ડરનું પરીણામ એ આવી રહ્યું છે કે માતાપિતાઓ પણ છોકરાઓના લગ્ન પહેલા કે લગ્ન પછી હવે છોકરા છોકરીની જાજી પડતાલ નથી કરતા કે નથી કરી શકતા, લગ્ન પહેલા તો હજુ પણ ચાલી જાય આ બેદરકારી પરંતુ લગ્ન કરીને છૂટાછેડા લેવાતા હોય તેવા યુવક યુવતીની જરૂરી પડતાલ માતાપિતાએ કરવી જ જોઈએ, કેમકે લગ્ન ફોક થાય એ પહેલા લગ્ન થયા હોય છે અને કોઈ યુવક હોય કે યુવતી એના લગ્ન એકવાર થાય એટલે એની બીજી બધી જરૂરીયાતોની જેમ શારીરીક જરૂરીયાતો પણ હોવાની જ એને નજરઅંદાજ ન કરી શકાય,



એકબીજાને કોલ આપ્યો હોય, એકબીજા વચ્ચે શરીરનું આદાન-પ્રદાન થયું હોય, એકબીજાએ સાથે સપના સંજોવ્યા હોય એ દંપતિ બ્રેકઅપ લઈ જ કઈ રીતે શકે ? અથવા શા માટે બ્રેકઅપ લેવું જ પડે? પરંતુ અહીં એકબીજાને એકબીજાથી જોઈતી આઝાદી, માતપિતાની મુક સંમતી અગ્રીમ બની જાય છે, જો કે આ આઝાદી બંને વચ્ચે હોવા છતાં, મોટાભાગે છોકરા છોકરીનો અહં અને શંકા એના મુખ્ય કારણ હોય છે અને આઝાદીના ઓઠા હેઠળ બંને આવી મુખ્ય વાતો ડામીને બ્રેકઅપ કરી લેતા હોય છે. નવદંપતિનીઓની આવી ઉણપ વર્ષો અગાઉ પણ હશે જ પરંતુ ત્યારે દંપતિનું સુર્જન વડીલો કરતા તેથી છૂટાછેડા એટલા વ્યાપક ન હતા અને થતાં તો પણ ઘર્ઘયણા જેવા વિકલ્પો પણ હતા, જ્યારે આજે બ્રેકઅપ પછી પુર્નલગ્ન જેવી વ્યવસ્થાઓ મૃતપાય બની છે, અને અમાર્ગદર્શી યુવાધન દ્વારા એના વિકલ્પો એટલા ખતરનાક અપનાવવામાં આવી રહ્યા છે કે એને દીવાદાંડી સમજવા જ પડે તેમ છે, ખંડિત યુગલો જેને આઝાદીના ઓઠા હેઠળ હવે અનૈતિક સબંધ તરીકે વિકસાવી રહ્યા છે, મારા એક રીસર્ચ દ્વારા મને જે જાણકારી પ્રાપ્ત થઈ છે એ અત્યંત ચોંકાવનારી છે. રીસર્ચ દરમ્યાન હું એવા લગ્ન વિચ્છેદ પરુષ કે મહિલાઓ કે જે પોતાને હવે આઝાદ કહેડાવે છે તેમને ત્રણ પ્રશ્નો ચોક્કસ પૂછતો જે છૂટાછેડા ધરાવતા પુરુષ અને મહિલા માટે સમાન હતા,  ૧) તમારા લગ્નમાં છૂટાછેડા થવાનું સાચું કારણ શું હતું ? ૨) પુનર્લાગ્ન કર્યાં છે, ન કર્યા હોય તો હવે કેવું અનુભવો છો ? ૩) છૂટાછેડા પછી તમારી શારીરીક જરૂરીયાતો કેવી રીતે પુરી થાય છે, કે નથી થતી ?

     રીસર્ચના પહેલા પ્રશ્નના જવાબમાં લગ્ન વિચ્છેદના કારણો મેં આગળ કહ્યા તેમ શંકા, ઈગો, આઝાદી અને ચાલચલગત પૈકી કોઈ એક કારણ મુખ્ય જાણવા મળ્યા, જ્યારે અપવાદ રૂપ કોઈ વિપરીત કારણો સામે આવ્યા, બીજા પ્રશ્નમાં પુનરલગ્નની સંખ્યા ઓછી જાણવા મળી, તથા હવે કેવું અનુભવો છો તેમાં છુટા પડવાના આત્મવિશ્વાસ કરતા અહેસાસ અને અફસોસની લાગણીઓ વધુ સામે આવી, રીસર્ચમાં જે ચોંકાવનારી જાણકારી કહી તેના આધારમાં આ ત્રીજો પ્રશ્ન છે અને સાચે જ આના જવાબો આસાનીથી તો નહિ પણ ચોંકાવનારા જરૂર આવ્યા, લગ્ન વિચ્છેદ દંપતિમાં પુરુષો પુનરલગ્નને પ્રાથમિકતા આપીને ઠરીઠામ થવા કોશીશ કરે છે અને મહદઅંશે સફળ થાય પણ છે અને યોગાનુયોગ એમને પહેલા અનુભવ બાદ બીજીપત્ની તરીકે અવિવાહિત કન્યાઓ મળી પણ રહે છે પરંતુ મહિલાઓમાં આ પ્રશ્નનો જવાબ નહિવત આવવો જોઈએ એને બદલે પ્રમાણમાં જાણવા મળ્યો કે જો લગ્ન શારીરીક જરૂરીયાતો માટે જ કરવામાં આવતા હોય તો હવે વિઘટીત થયા પછી તો એ વધુ આસાન બની રહ્યું છે, લગભગ પુનરલગ્ન ન કરનાર માહિલાઓમાંથી એવો જવાબ મળ્યો કે એ પોતાની શારીરીક જરૂરીયાત આરામથી પુરી કરી શકે છે, આપણે ત્યાં લગ્નજીવનમાં હોનારી મહીલા આવો જવાબ કદાચ સહેલાઈથી ન આપે પરંતુ છૂટાછેડા ધરાવતી યુવતીઓમાં આવો જવાબ સહજ છે.

    જે મહિલાઓનો જવાબ ઉપર મુજબનો હતો તેવી મહિલાઓ મારા રીસર્ચના વધુ કારણોમાં આવી, મને પણ જિજ્ઞાસા થઈ કે કેવી રીતે એની આ વ્યવસ્થા ચાલતી હશે ? નામ ન આપવાની શરતે કેટલીક પોતાને આઝાદ કહેડાવતી મહિલાઓએ મારી સમક્ષ જે જાણકારી આપી તે વાસ્તવમાં ચોંકાવનારી જ છે. કેટલીક મહિલાઓએ કહ્યું પોતાના કામના સ્થળે એના બોસ પાસે કે સહકર્મી પાસે આ વ્યવસ્થા આ સેટ છે, કેટલીક મહિલાઓએ કહ્યું કે અમારી ઈચ્છા રાખતા પુરુષો એ એના પરીવારમાં જ અમને એવી રીતે સેટ કરી દીધી છે કે એની અને અમારી જરૂરીયાતો બખૂબી રીતે પરીવારીક માહોલમાં જ સચવાય જાય છે, કેટલીક મહિલાઓએ કહ્યું વર્ષમાં બે ત્રણ વખત તે અઠવાડીયાની ડેટ પર જાય છે, કેટલીક મહિલાઓ એ કહ્યું પોતાના પીયરમાં દૂરના સગામાં આ વ્યવસ્થા ચોરીછુપીથી અમને સંતોષાય જાય છે. કેટલીક મહિલાઓ પાસેથી તો એવું જાણવા મળ્યું કે તેને પહેલી વ્યવસ્થામાં એક પતિથી જ આ જરૂરીયાત પુરી પડતી, હવે એને ગ્રુપમાં છ પુરુષો સાથે આ જરૂરીયાત સંતોષાઈ રહી છે, જેમને ઓલરેડી પત્નીઓ છે એટલું જ નહિ આવા છએ છ પુરુષ એક બીજા વિષે સારી રીતે જાણકારી ધરાવતા પણ હોય છે જાણે છ પુરુષોને એની એક પત્ની હોવા ઉપરાંત છએ વચ્ચે સહિયારી એક પત્ની પણ છે.  
રીસર્ચમાં પુરુષો આવી સ્થિતિમાં ઓછા જાણવા મળ્યા, આ જોતા આવા રીસર્ચથી મહિલાઓના સન્માન માં ખામી છે એવું કહી ન શકાય અને હું કહેવા માંગતો પણ નથી, પરંતુ પાછલા ત્રણ ચાર દાયકાથી ભારતના દરેક સમાજમાં લગ્ન વ્યવસ્થાની સ્થિતિમાં જે અસમાનતા ઉભી થઇ છે તેને કોઈ પણ સમાજ નજરઅંદાજ કરી ન શકે, જેમકે લગ્ન વિચ્છેદ પુરુષોને પુનઃલગ્ન માટે અવિવાહિત કન્યાઓ મળી રહેતા, લગ્નવાંછુકોની (લગ્ન ન થવા) સંખ્યામાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ત્યકતા મહિલાઓને અવિવાહિત પુરુષો સાથે લગ્નજીવન સેટ ન થવાના કિસ્સા અને એવી મહિલાઓને લગ્ન વિચ્છેદ યુવકો સાથે બીજું લગ્નજીવન માંડવાની રૂચી ઓછી હોવાની આ અસમાનતા દીવસે દીવસે વધતી જાય છે, લગ્નો તૂટવાના રાષ્ટ્રીય આંકડા પણ ચોંકાવનારા છે, એકથી પાંચ વર્ષમાં લગ્ન તૂટવાની ટકાવારી ૪૦% છે, એકથી ત્રણ વર્ષમાં લગ્ન તૂટવાની ટકાવારી ૭૦% છે અને એકથી એક જ વર્ષમાં લગ્ન ફોક થવાની ટકાવારી લગભગ ૩૦% ને આંબી રહી છે, ત્યારે લગ્ન વ્યવસ્થા જો માત્ર શારીરીક વ્યવસ્થા હોય તો એ વિચાર પશ્ચિમી દેશોમાં હોવા છતાં ત્યાં પણ લગ્ન વ્યવસ્થામાં અસમાનતા નથી, ત્યાં ત્યકતા પુરુષ કે ત્યકતા મહીલા સામાજીક સંતુલન જરૂર સાધી લે છે, આ જોતા દરેક આ સમાજની લગ્ન વ્યવસ્થા પુનઃ વિચાર માંગી લે તેવી ઘટના આને જરૂર ગણાવી શકાય, ભારત સરકારે પણ લગ્નોની તૂટતી જતી સંખ્યા ઉપર કાયદાકીય રક્ષણ આપવાની જોગવાઈ કરવી જ ઘટે, પશ્ચિમી દેશનું આંધળું અનુકરણ ભારતની લગ્ન વ્યવસ્થામાં તેમેજ પરસ્પર રાખવામાં આવી શકનાર વિશ્વાસની એક મોટી ખાઈ બનાવી રહ્યું છે. આ દીવાદાંડીની જેમ સ્પષ્ટ વર્તાઈ પણ રહ્યું છે. છૂટાછેડા લીધેલ પુરુષો બીજા લગ્ન કરવામાં સફળ થઇ જાય છે તો છૂટાછેડા લીધેલી મોટાભાગની યુવતીઓના બીજા લગ્ન કેમ નથી થતા, જો આ દુષણ કદાચ કોઈ રીસર્ચને ખોટું માનીને ન ગણીએ તો પણ આ પ્રશ્નાર્થ તો જરૂર છે. જે આજથી વધુ કાલે ભયંકર હશે એમાં કોઈ બેમત નથી એ જરૂર કહી શકાય