Translate

18 April 2020

રાત્રી દરમ્યાન લાઈફ પાર્ટનરની બોડીને ટચ કરીને ઊંઘવાના ફાયદાઓ


ઊંઘ આપણી બોડી માટે ઘણી જરૂરી હોય છે. આ કારણ છે કે એક્સપર્ટ બધાને દરરોજ 7 થી 8 કલાક ઊંઘવાની સલાહ આપે છે. સામાન્ય રીતે લોકોને એકલા ઊંઘવાનું પસંદ હોય છે. જેથી આખી પથારીમાં આરામથી ફેલાઈને ઊંઘી શકે. ઘણા લોકો લગ્ન પછી પણ અલગ જ ઊંઘે છે. એ લોકો ભલે એક બેડ પર હોય પરંતુ ઊંઘતી વખતે થોડા દૂર રહે છે. જો કે જો તમે પોતાના પાર્ટનરની સાથે ચોંટીને ઉંઘો છો તો એ તમારા માટે ફાયદા કારક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એની સાથે ચોંટીને ઊંઘવાથી વધારે લાભ મળે છે.

• સુરક્ષાનો અહેસાસ : દિવસભર આપણી સાથે ઘણી ઘટનાઓ થાય છે. ઘણીવાર દિવસ સારો નથી જતો અને આપણે ઘણાં ટેન્શનમાં રહીએ છીએ. આવામાં રાત્રે ઊંઘ પણ સારી રીતે નથી આવતી. જો તમે પોતાના પાર્ટનરને ચોંટીને ઊંઘો છો તો એક સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય છે. તમે રિલેક્સ અને તણાવમુક્ત અનુભવ કરો છો. તમને સારી ઉંઘ આવે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
• ઇમ્યુનિટી વધે છે : પાર્ટનરની સાથે ચોંટીને ઊંઘવાથી ઇમ્યૂન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. વાસ્તવમાં સારી રીતે ઊંઘ નથી આવતી તો મગજ કેટલાક એવા કેમિકલ હોર્મોન રિલીઝ કરે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આના સિવાય તમે શાંતિથી ઊંઘ લો છો તો તમારી બોડીને પણ રિકવર થવાનો અવસર મળી જાય છે.

• થાક દૂર થાય છે : જો તમે દિવસભર કામમાં વ્યસ્ત રહો છો તો રાત્રે પોતાના પાર્ટનરને ગળે લગાવીને ઊંઘવાથી એક સારો અનુભવ થાય છે. તમારો દિવસભરનો થાક દૂર થઈ જાય છે. પોતાના પાર્ટનર સાથે ચોંટીને ઊંઘવાથી સારી ઊંઘ આવે છે. આનાથી બીજા દિવસે થાકમુક્ત અનુભવ થાય છે.
• માઈન્ડ ફ્રેશ થાય છે.: અપર્યાપ્ત ઊંઘ, તણાવ, વધારે વિચારવું આ બધી વસ્તુઓ તમારી હેલ્થ પર નેગેટિવ ઈફેક્ટ નાખે છે. એટલા માટે જો તમે પોતાના પાર્ટનરને સ્કીન ટચ કરીને ઊંઘો છો તો મનોવૈજ્ઞાનિક રીતે એ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પાર્ટનરને ચોંટીને ઊંઘવાથી તમારી એડ્રેનલ ગ્રંથિ અને કોર્ટીસોલ રોકવાનું સિગ્નલ મળે છે. અને સરળ ભાષામાં સમજાવીએ તો પાર્ટનરથી ચોંટીને ઊંઘવાથી બોડી અને મગજ બન્ને રિલેક્સ થઈ જાય છે. આનાથી ના માત્ર તમારા તણાવને ઓછું કરે છે પરંતુ તમારા મનના બધા તણાવ દૂર થઈ જાય છે.
• દુઃખાવો દૂર થાય છે.
પાર્ટનરને ચોંટીને ઊંઘવાથી એક પ્રાકૃતિક દુખાવા નિવારક રૂપમાં પણ કામ કરે છે. પાર્ટનરની સાથે ઊંઘવાથી બોડી ઘણા એવા કેમિકલ રીલીઝ કરે છે જે આપણા જૂના દુખાવાને બંધ કરી દે છે. આનાથી બોડીને ઘણો જલ્દી આરામ મળે છે. એટલા માટે તમે દરરોજ પોતાના પાર્ટનરની સાથે ચોંટીને ઊંઘવાનું શરૂ કરી દો. ઘણાં બુઝુર્ગો મર્યાદા ઓને આધાર માનીને આવી રીતે સુવાનું ટાળે છે. મર્યાદા જરૂર હોય પણ બંધ દરવાજામાં શરમ ન હોવી જોઈએ, પતિ અને પત્ની માટે આ એક આહલાદક હૂંફ આપતી બાબત પણ છે અને આના વૈજ્ઞાનિક ફાયદા પણ છે, જો તમને જાણકારી પસંદ આવી હોય તો બીજાની સાથે શેર કરવાનું ના ભૂલો.